1991-10-30
1991-10-30
1991-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14470
જળના પરપોટા તો, જળમાં જન્મી, પાછા જળમાં તો સમાતા જાય
જળના પરપોટા તો, જળમાં જન્મી, પાછા જળમાં તો સમાતા જાય
કોઈ તો નાના, કોઈ તો મોટા, જુદા જુદા એમાં એ તો દેખાતા જાય
કોઈ નાના રહી, પાછા જળમાં સમાય, કોઈ બની મોટા પાછા જળમાં સમાય
જનમ્યાં જ્યાં એ જળમાં, પોષાય જળમાં, પડશે જળમાં જવું એણે સમાઈ
જળમાં થાશે એ મોટા, નથી જળથી એ જુદા, જળ વિના નથી બીજું એ કાંઈ
દેખાય ભલે એ તો જુદાને જુદા, જળ વિના નથી સહુમાં બીજું કાંઈ
જળ તો છે એની સૃષ્ટિ, જળમાં છે એની મુક્તિ, પડશે જવું જળમાં સમાઈ
કાળ છે સહુના જુદા, પડશે એ તો જુદા, પાછા જળમાં એ તો સમાતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જળના પરપોટા તો, જળમાં જન્મી, પાછા જળમાં તો સમાતા જાય
કોઈ તો નાના, કોઈ તો મોટા, જુદા જુદા એમાં એ તો દેખાતા જાય
કોઈ નાના રહી, પાછા જળમાં સમાય, કોઈ બની મોટા પાછા જળમાં સમાય
જનમ્યાં જ્યાં એ જળમાં, પોષાય જળમાં, પડશે જળમાં જવું એણે સમાઈ
જળમાં થાશે એ મોટા, નથી જળથી એ જુદા, જળ વિના નથી બીજું એ કાંઈ
દેખાય ભલે એ તો જુદાને જુદા, જળ વિના નથી સહુમાં બીજું કાંઈ
જળ તો છે એની સૃષ્ટિ, જળમાં છે એની મુક્તિ, પડશે જવું જળમાં સમાઈ
કાળ છે સહુના જુદા, પડશે એ તો જુદા, પાછા જળમાં એ તો સમાતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jalanā parapōṭā tō, jalamāṁ janmī, pāchā jalamāṁ tō samātā jāya
kōī tō nānā, kōī tō mōṭā, judā judā ēmāṁ ē tō dēkhātā jāya
kōī nānā rahī, pāchā jalamāṁ samāya, kōī banī mōṭā pāchā jalamāṁ samāya
janamyāṁ jyāṁ ē jalamāṁ, pōṣāya jalamāṁ, paḍaśē jalamāṁ javuṁ ēṇē samāī
jalamāṁ thāśē ē mōṭā, nathī jalathī ē judā, jala vinā nathī bījuṁ ē kāṁī
dēkhāya bhalē ē tō judānē judā, jala vinā nathī sahumāṁ bījuṁ kāṁī
jala tō chē ēnī sr̥ṣṭi, jalamāṁ chē ēnī mukti, paḍaśē javuṁ jalamāṁ samāī
kāla chē sahunā judā, paḍaśē ē tō judā, pāchā jalamāṁ ē tō samātā jāya
|