1991-11-08
1991-11-08
1991-11-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14484
જોઈ જગસુંદરતા જાગે હૈયે વિચાર રે માડી, તું તો કેવી સુંદર હશે

દેખાય સહનશીલતા જગમાં તો ક્યાંય રે માડી, તારી સહનશીલતા તો કેવી હશે
પ્રેમનીતરતું હૈયું જોવા મળે રે જગમાં રે માડી, તારું પ્રેમભર્યું હૈયું કેવું હશે
મળે રે જોવા જગમાં ધીરજ ક્યાંય રે માડી, તારી ધીરજ તો કેવી હશે
જોવા મળે નિર્મળતા હૈયાની તો જગમાં રે માડી, તારી નિર્મળતા તો કેવી હશે
મળે અનુભવવા એવા ભાવો જગમાં રે માડી, તારા ભાવ તો કેવા હશે
મળે નિર્દોષતા જોવા તો જગમાં રે માડી, તારી નિર્દોષતા તો કેવી હશે
જોવા તો મળે જગમાં, તેજની ધારા રે માડી, તારાં તેજ તો કેવા હશે
જગમાં જ્ઞાને ને જ્ઞાને, નમે મસ્તક રે માડી, તારું વિશુદ્ધ જ્ઞાન તો કેવું હશે
જગ સુખના તો અનુભવ મળે જગમાં રે માડી, તારું પરમસુખ તો કેવું હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōī jagasuṁdaratā jāgē haiyē vicāra rē māḍī, tuṁ tō kēvī suṁdara haśē
dēkhāya sahanaśīlatā jagamāṁ tō kyāṁya rē māḍī, tārī sahanaśīlatā tō kēvī haśē
prēmanītaratuṁ haiyuṁ jōvā malē rē jagamāṁ rē māḍī, tāruṁ prēmabharyuṁ haiyuṁ kēvuṁ haśē
malē rē jōvā jagamāṁ dhīraja kyāṁya rē māḍī, tārī dhīraja tō kēvī haśē
jōvā malē nirmalatā haiyānī tō jagamāṁ rē māḍī, tārī nirmalatā tō kēvī haśē
malē anubhavavā ēvā bhāvō jagamāṁ rē māḍī, tārā bhāva tō kēvā haśē
malē nirdōṣatā jōvā tō jagamāṁ rē māḍī, tārī nirdōṣatā tō kēvī haśē
jōvā tō malē jagamāṁ, tējanī dhārā rē māḍī, tārāṁ tēja tō kēvā haśē
jagamāṁ jñānē nē jñānē, namē mastaka rē māḍī, tāruṁ viśuddha jñāna tō kēvuṁ haśē
jaga sukhanā tō anubhava malē jagamāṁ rē māḍī, tāruṁ paramasukha tō kēvuṁ haśē
|