1989-09-23
1989-09-23
1989-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14510
તારી લાખ યુક્તિથી રે, ભગવાન તો ભોળવાશે નહીં
તારી લાખ યુક્તિથી રે, ભગવાન તો ભોળવાશે નહીં
પ્રભુને નાદાન સમજવાની નાદાનિયત તો કરતો નહીં
એક ઇશારે ચલાવે એ સૃષ્ટિ, શક્તિ ઓછી એની આંકતો નહીં
છે નજર એની જગને ખૂણે-ખૂણે, નજર બહાર કાંઈ એની રહેશે નહીં
અંદર ને બહાર વ્યાપેલા છે એ તો, આવવા-જવાનું એને રહેશે નહીં
તારી અંદર ઊઠતા વિચારો, એના ખ્યાલ બહાર રહેશે નહીં
છે બધી તારી નોંધ એની પાસે પાકી, કદી એ તો છેતરાશે નહીં
કરજે ના બાલિશતા છેતરવાની, છેતરાયા વિના તું રહેશે નહીં
ખોટ નથી એની પાસે કાંઈ, એ લાંચ-રુશવત તો સ્વીકારશે નહીં
ભૂખ્યા છે સદા ભાવ ને પ્રેમના, ભાવ ને પ્રેમ વિના એ રીઝશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī lākha yuktithī rē, bhagavāna tō bhōlavāśē nahīṁ
prabhunē nādāna samajavānī nādāniyata tō karatō nahīṁ
ēka iśārē calāvē ē sr̥ṣṭi, śakti ōchī ēnī āṁkatō nahīṁ
chē najara ēnī jaganē khūṇē-khūṇē, najara bahāra kāṁī ēnī rahēśē nahīṁ
aṁdara nē bahāra vyāpēlā chē ē tō, āvavā-javānuṁ ēnē rahēśē nahīṁ
tārī aṁdara ūṭhatā vicārō, ēnā khyāla bahāra rahēśē nahīṁ
chē badhī tārī nōṁdha ēnī pāsē pākī, kadī ē tō chētarāśē nahīṁ
karajē nā bāliśatā chētaravānī, chētarāyā vinā tuṁ rahēśē nahīṁ
khōṭa nathī ēnī pāsē kāṁī, ē lāṁca-ruśavata tō svīkāraśē nahīṁ
bhūkhyā chē sadā bhāva nē prēmanā, bhāva nē prēma vinā ē rījhaśē nahīṁ
|
|