1989-11-03
1989-11-03
1989-11-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14567
જીવનમાં મળે છે જોવા, કદી-કદી એવાં તો જોડાં રે
જીવનમાં મળે છે જોવા, કદી-કદી એવાં તો જોડાં રે
જાણે બનાવ્યાં છે પ્રભુએ, એકબીજાને એકબીજા કાજે રે
વિચારો ને વર્તનમાં દેખાયે, એકબીજા, એકબીજાના પૂરક રે
સ્વભાવે રહે એવાં અનુકૂળ, બન્યાં જાણે એકરૂપ રે
દેખાયે સદા એવાં, ના સમજાયે કોણ કોની છાયા રે
રહે ઓતપ્રોત સદા એવાં, જાણે એક મગનાં બે ફાડિયાં રે
મળી ગયાં અન્યમાં એવાં, એક પ્રાણનાં બે ખોળિયાં રે
રહે સાથે સદા એવાં, કોણ પ્રભુ ને કોણ ભક્ત રે
મનની એકતા એવી, જાણે એક મન બીજી એની ક્રિયા રે
બનજે પૂરક તું પ્રભુનો એવો, રહે ભલે તનથી જુદા રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનમાં મળે છે જોવા, કદી-કદી એવાં તો જોડાં રે
જાણે બનાવ્યાં છે પ્રભુએ, એકબીજાને એકબીજા કાજે રે
વિચારો ને વર્તનમાં દેખાયે, એકબીજા, એકબીજાના પૂરક રે
સ્વભાવે રહે એવાં અનુકૂળ, બન્યાં જાણે એકરૂપ રે
દેખાયે સદા એવાં, ના સમજાયે કોણ કોની છાયા રે
રહે ઓતપ્રોત સદા એવાં, જાણે એક મગનાં બે ફાડિયાં રે
મળી ગયાં અન્યમાં એવાં, એક પ્રાણનાં બે ખોળિયાં રે
રહે સાથે સદા એવાં, કોણ પ્રભુ ને કોણ ભક્ત રે
મનની એકતા એવી, જાણે એક મન બીજી એની ક્રિયા રે
બનજે પૂરક તું પ્રભુનો એવો, રહે ભલે તનથી જુદા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ malē chē jōvā, kadī-kadī ēvāṁ tō jōḍāṁ rē
jāṇē banāvyāṁ chē prabhuē, ēkabījānē ēkabījā kājē rē
vicārō nē vartanamāṁ dēkhāyē, ēkabījā, ēkabījānā pūraka rē
svabhāvē rahē ēvāṁ anukūla, banyāṁ jāṇē ēkarūpa rē
dēkhāyē sadā ēvāṁ, nā samajāyē kōṇa kōnī chāyā rē
rahē ōtaprōta sadā ēvāṁ, jāṇē ēka maganāṁ bē phāḍiyāṁ rē
malī gayāṁ anyamāṁ ēvāṁ, ēka prāṇanāṁ bē khōliyāṁ rē
rahē sāthē sadā ēvāṁ, kōṇa prabhu nē kōṇa bhakta rē
mananī ēkatā ēvī, jāṇē ēka mana bījī ēnī kriyā rē
banajē pūraka tuṁ prabhunō ēvō, rahē bhalē tanathī judā rē
|
|