1989-11-04
1989-11-04
1989-11-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14570
જેવો જેને મારગ ગમ્યો, તેવો તેણે તો લીધો
જેવો જેને મારગ ગમ્યો, તેવો તેણે તો લીધો
ચાલવા જતાં અન્ય મારગે, ખુદનો મારગ ખોયો
કોઈ ભક્તિ મારગે ચાલ્યો, કોઈએ જ્ઞાન મારગ પકડ્યો
કોઈ સેવા મારગે રહ્યો, કોઈ કર્મ માર્ગે વળ્યો - જેવો...
કોઈ વૈરાગ્ય પંથે વળ્યો, કોઈ અલિપ્ત બની બેઠો
કોઈ ધ્યાનમાં એવો ડૂબ્યો, કોઈ ધર્મગ્રંથોમાં રાચ્યો - જેવો...
અનેક કિરણોમાંથી, ગમતાં કિરણોનો સહારો લીધો
પકડી કિરણો શ્રદ્ધાથી, કિરણોના કેંદ્રમાં પહોંચ્યો - જેવો...
ના મારગ કોઈ ખોટા, વૃત્તિએ ખેલ એમાં સર્જ્યો
હૈયે સ્વીકાર્યો એને, જે હૈયાને સદા રે ગમ્યો - જેવો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જેવો જેને મારગ ગમ્યો, તેવો તેણે તો લીધો
ચાલવા જતાં અન્ય મારગે, ખુદનો મારગ ખોયો
કોઈ ભક્તિ મારગે ચાલ્યો, કોઈએ જ્ઞાન મારગ પકડ્યો
કોઈ સેવા મારગે રહ્યો, કોઈ કર્મ માર્ગે વળ્યો - જેવો...
કોઈ વૈરાગ્ય પંથે વળ્યો, કોઈ અલિપ્ત બની બેઠો
કોઈ ધ્યાનમાં એવો ડૂબ્યો, કોઈ ધર્મગ્રંથોમાં રાચ્યો - જેવો...
અનેક કિરણોમાંથી, ગમતાં કિરણોનો સહારો લીધો
પકડી કિરણો શ્રદ્ધાથી, કિરણોના કેંદ્રમાં પહોંચ્યો - જેવો...
ના મારગ કોઈ ખોટા, વૃત્તિએ ખેલ એમાં સર્જ્યો
હૈયે સ્વીકાર્યો એને, જે હૈયાને સદા રે ગમ્યો - જેવો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēvō jēnē māraga gamyō, tēvō tēṇē tō līdhō
cālavā jatāṁ anya māragē, khudanō māraga khōyō
kōī bhakti māragē cālyō, kōīē jñāna māraga pakaḍyō
kōī sēvā māragē rahyō, kōī karma mārgē valyō - jēvō...
kōī vairāgya paṁthē valyō, kōī alipta banī bēṭhō
kōī dhyānamāṁ ēvō ḍūbyō, kōī dharmagraṁthōmāṁ rācyō - jēvō...
anēka kiraṇōmāṁthī, gamatāṁ kiraṇōnō sahārō līdhō
pakaḍī kiraṇō śraddhāthī, kiraṇōnā kēṁdramāṁ pahōṁcyō - jēvō...
nā māraga kōī khōṭā, vr̥ttiē khēla ēmāṁ sarjyō
haiyē svīkāryō ēnē, jē haiyānē sadā rē gamyō - jēvō...
|
|