1990-02-01
1990-02-01
1990-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14743
ભાવ વિનાનું હૈયું, એ તો મૂર્તિ વિનાનું મંદિર છે
ભાવ વિનાનું હૈયું, એ તો મૂર્તિ વિનાનું મંદિર છે
ધ્યેય વિનાનું જીવન, એ તો ધૂમકેતુનું પરિભ્રમણ છે
પ્યાર વિનાનું જીવન, એ તો સાકર વિનાનો કંસાર છે
ઉષ્મા વિનાના સંબંધ, એ તો બળતણ વિનાની રસોઈ છે
પ્રેરણા વિનાનું જીવન, એ તો ઈંધણ વિનાની ગાડી છે
સદ્દગુણ વિનાનું જીવન, એ તો સુગંધ વિનાનું પુષ્પ છે
મૃત્યુ વિનાનું જીવન, એ તો અંકુશ વિનાનો હાથી છે
કાબૂ વિનાનું મન, એ તો લગામ વિનાનો અશ્વ છે
https://www.youtube.com/watch?v=yrU6boZXpSc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભાવ વિનાનું હૈયું, એ તો મૂર્તિ વિનાનું મંદિર છે
ધ્યેય વિનાનું જીવન, એ તો ધૂમકેતુનું પરિભ્રમણ છે
પ્યાર વિનાનું જીવન, એ તો સાકર વિનાનો કંસાર છે
ઉષ્મા વિનાના સંબંધ, એ તો બળતણ વિનાની રસોઈ છે
પ્રેરણા વિનાનું જીવન, એ તો ઈંધણ વિનાની ગાડી છે
સદ્દગુણ વિનાનું જીવન, એ તો સુગંધ વિનાનું પુષ્પ છે
મૃત્યુ વિનાનું જીવન, એ તો અંકુશ વિનાનો હાથી છે
કાબૂ વિનાનું મન, એ તો લગામ વિનાનો અશ્વ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāva vinānuṁ haiyuṁ, ē tō mūrti vinānuṁ maṁdira chē
dhyēya vinānuṁ jīvana, ē tō dhūmakētunuṁ paribhramaṇa chē
pyāra vinānuṁ jīvana, ē tō sākara vinānō kaṁsāra chē
uṣmā vinānā saṁbaṁdha, ē tō balataṇa vinānī rasōī chē
prēraṇā vinānuṁ jīvana, ē tō īṁdhaṇa vinānī gāḍī chē
saddaguṇa vinānuṁ jīvana, ē tō sugaṁdha vinānuṁ puṣpa chē
mr̥tyu vinānuṁ jīvana, ē tō aṁkuśa vinānō hāthī chē
kābū vinānuṁ mana, ē tō lagāma vinānō aśva chē
|
|