1990-02-26
1990-02-26
1990-02-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14800
થઈ જવું હતું પ્રભુનો આવીને રે જગમાં, થાતાં-થાતાં માયાનો તો થઈ ગયો

રહેવું હતું બની લીન પ્રભુના સ્મરણમાં, અહંમાં લીન તો થાતો રહ્યો
પીવું હતું પ્રેમ પીયૂષ પ્રભુનું તો જીવનમાં, સંસાર ઝેર તો પીતો રહ્યો
વણવું હતું સત્ય તો જીવનમાં, જૂઠને તો જીવનમાં વણતો રહ્યો
અજ્ઞાન તિમિર કરવા હતા દૂર હૈયાના, અજ્ઞાનમાં તો સદા ડૂબતો રહ્યો
પ્રેમમય પ્રભુના પ્રેમમાં પાગલ થવું હતું, ક્રોધમાં તો પાગલ થાતો રહ્યો
ડૂબવું હતું તો પ્રભુની મીઠી યાદમાં, મોહમાં તો સદા ડૂબતો રહ્યો
છોડવાં હતાં કુકર્મો જીવનમાં, અજાણ્યે ભી કુકર્મોને સાથ દેતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī javuṁ hatuṁ prabhunō āvīnē rē jagamāṁ, thātāṁ-thātāṁ māyānō tō thaī gayō
rahēvuṁ hatuṁ banī līna prabhunā smaraṇamāṁ, ahaṁmāṁ līna tō thātō rahyō
pīvuṁ hatuṁ prēma pīyūṣa prabhunuṁ tō jīvanamāṁ, saṁsāra jhēra tō pītō rahyō
vaṇavuṁ hatuṁ satya tō jīvanamāṁ, jūṭhanē tō jīvanamāṁ vaṇatō rahyō
ajñāna timira karavā hatā dūra haiyānā, ajñānamāṁ tō sadā ḍūbatō rahyō
prēmamaya prabhunā prēmamāṁ pāgala thavuṁ hatuṁ, krōdhamāṁ tō pāgala thātō rahyō
ḍūbavuṁ hatuṁ tō prabhunī mīṭhī yādamāṁ, mōhamāṁ tō sadā ḍūbatō rahyō
chōḍavāṁ hatāṁ kukarmō jīvanamāṁ, ajāṇyē bhī kukarmōnē sātha dētō rahyō
|
|