|
View Original |
|
જીવનમાં પ્યાર એ તો સહુને તો પ્યારો છે
ભુલાવે વેરઝેર જીવનમાં જ્યાં, લાગે એ તો પ્યારો છે
ભભૂકતી હૈયાની જ્વાળાને કરે શાંત એ તો જ્યારે
પ્યાર લાગે ત્યારે તો જીવનમાં, પ્યાર એ તો ન્યારો છે
દૂભવી દૂભવીને હૈયાં, પામે ના શાંતિ હૈયાં જેનાં
પીએ પ્યારનાં બુંદ એ તો જ્યાં, પામે શાંતિ એ ત્યાં
પ્યારની ભરતી હલાવે હૈયું, પ્રભુનું એમાં તો જ્યાં
જીવનમાં બને ત્યારે એ તો, મોક્ષ દેનારો છે
ભક્ત પ્રલ્હાદ, ધ્રુવ તો ટક્યા આસૂરી તોફાનો સામે
બન્યા જ્યાં પ્રભુના પ્યારના પ્યાલા પીનારા એ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)