1998-03-21
1998-03-21
1998-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15280
ઘા ભેગા કાંઈ જીવડાં પડતાં નથી, સમય પાક્યા વિના ફળ મળતાં નથી

કોશિશો કર્યાં વિના આશા નકામી, ફળ એનાં તો કાંઈ નીપજતાં નથી
શેખચલ્લીના મહેલો કરતાં તો ઝૂંપડી ભલી, એ આશ્રય દીધા વિના રહેતા નથી
પૂનમના તેજ પછી દિવસો અંધારાના, આવ્યા વિના તો રહેતા નથી
ભાવમાં પુરુષાર્થ ભળ્યા વિના, કોઈ કાર્યમાં સિદ્ધિ તો મળતી નથી
વિખૂટાં પડેલાં તો પ્રેમી હૈયાં, જીવનમાં તો તડપ્યા વિના તો રહેતાં નથી
નખશિખ પ્રેમની આકૃતિ તો, પ્રભુમાં પણ પ્રેમી જોઈ શકવાના નથી
રહ્યા છે કાઢતા ને રહેશે કાઢતા, પ્રભુમાં પણ ખામી કાઢયા વિના રહેવાના નથી
પ્રભુ રહીને પણ દૂર રહે છે, બધું જોતા, આપણે રહીને પાસે પૂરું જોતા નથી
કામકાજ વિના મનને કાટ લાગે, કામકાજથી તેજ બન્યા વિના એ રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghā bhēgā kāṁī jīvaḍāṁ paḍatāṁ nathī, samaya pākyā vinā phala malatāṁ nathī
kōśiśō karyāṁ vinā āśā nakāmī, phala ēnāṁ tō kāṁī nīpajatāṁ nathī
śēkhacallīnā mahēlō karatāṁ tō jhūṁpaḍī bhalī, ē āśraya dīdhā vinā rahētā nathī
pūnamanā tēja pachī divasō aṁdhārānā, āvyā vinā tō rahētā nathī
bhāvamāṁ puruṣārtha bhalyā vinā, kōī kāryamāṁ siddhi tō malatī nathī
vikhūṭāṁ paḍēlāṁ tō prēmī haiyāṁ, jīvanamāṁ tō taḍapyā vinā tō rahētāṁ nathī
nakhaśikha prēmanī ākr̥ti tō, prabhumāṁ paṇa prēmī jōī śakavānā nathī
rahyā chē kāḍhatā nē rahēśē kāḍhatā, prabhumāṁ paṇa khāmī kāḍhayā vinā rahēvānā nathī
prabhu rahīnē paṇa dūra rahē chē, badhuṁ jōtā, āpaṇē rahīnē pāsē pūruṁ jōtā nathī
kāmakāja vinā mananē kāṭa lāgē, kāmakājathī tēja banyā vinā ē rahētuṁ nathī
|
|