1998-03-27
1998-03-27
1998-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15288
તેલ જલે ને પ્રકાશ મળે, જ્યાં દિલ જલે ત્યાં તો રાખ મળે

પવન જ્યાં ફૂંકાય ને તોફાન ઊઠે, મન વંટોળે ચડે, વિનાશ સરજે
હૈયું અકારણ વેરાગ્ય ધરે, જીવનમાં તો એ ઇતિહાસ સરજે
સમજાય ના વાંકી ચૂકી ચાલ પ્રભુની, સમજાય તો ભવફેરા ટળે
ગંભીરતા જ્યારે મુખ ખોલે, જ્ઞાનની સરિતા ત્યાં તો વહે
સરળતા નયનોમાં જ્યાં નર્તન કરે, હૈયાં સહુનાં એમાં એ તો હરે
પ્રેમનું બિંદુ જ્યાં હૈયામાં પડે, સંસાર સાગરને ત્યાં મીઠો એ કરે
વાણી વર્તનમાં જ્યાં સંયમ ના ભળે, જીવનમાં ઉત્પાત ઊભા એ તો કરે
મૌન જ્યાં દુઃખદર્દની દીવાલ બને, અંતર એમાં ત્યાં છાનું રડે
કારણ વિનાનાં જો કારણ મળે, જીવનમાં બાધા ઊભી એ કરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tēla jalē nē prakāśa malē, jyāṁ dila jalē tyāṁ tō rākha malē
pavana jyāṁ phūṁkāya nē tōphāna ūṭhē, mana vaṁṭōlē caḍē, vināśa sarajē
haiyuṁ akāraṇa vērāgya dharē, jīvanamāṁ tō ē itihāsa sarajē
samajāya nā vāṁkī cūkī cāla prabhunī, samajāya tō bhavaphērā ṭalē
gaṁbhīratā jyārē mukha khōlē, jñānanī saritā tyāṁ tō vahē
saralatā nayanōmāṁ jyāṁ nartana karē, haiyāṁ sahunāṁ ēmāṁ ē tō harē
prēmanuṁ biṁdu jyāṁ haiyāmāṁ paḍē, saṁsāra sāgaranē tyāṁ mīṭhō ē karē
vāṇī vartanamāṁ jyāṁ saṁyama nā bhalē, jīvanamāṁ utpāta ūbhā ē tō karē
mauna jyāṁ duḥkhadardanī dīvāla banē, aṁtara ēmāṁ tyāṁ chānuṁ raḍē
kāraṇa vinānāṁ jō kāraṇa malē, jīvanamāṁ bādhā ūbhī ē karē
|
|