Hymn No. 7369 | Date: 18-May-1998
દિલ કરે છે ઇંતેજાર તમારો, નયનો કરે છે ઇંતઝાર, વ્હેલા વ્હેલા દોડી આવજો
dila karē chē iṁtējāra tamārō, nayanō karē chē iṁtajhāra, vhēlā vhēlā dōḍī āvajō
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1998-05-18
1998-05-18
1998-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15358
દિલ કરે છે ઇંતેજાર તમારો, નયનો કરે છે ઇંતઝાર, વ્હેલા વ્હેલા દોડી આવજો
દિલ કરે છે ઇંતેજાર તમારો, નયનો કરે છે ઇંતઝાર, વ્હેલા વ્હેલા દોડી આવજો
ધડકને ધડકને દિલ ધડકી રહ્યું છે, સાંભળવા જરા એને વ્હેલા વ્હેલા આવજો
કરી શકશો ઇંતેજાર તમે અમારો, કરો વિચાર થાશે હાલત એમાં શું અમારી
છે દિલ ભલે અમારું, રહ્યું છે ક્યાં એ અમારું, હવે દિલની ધડકન ને બનાવો ધડકન તમારી
જગાવી જગાવી યાદો મીઠી, સતાવો છો અમને શાને, છોડી હવે એ આદત તમારી
મળે છે જોવા દૃશ્યો અનેરાં, તમારા દૃશ્યનું અનેરું સુખ આપવા તો જીવનમાં
છે તનબદનમાં અમારા, અરમાનો તો તમારાં, આવીને એમાં, કરો હવે વધારો
આનંદને નથી કોઈ અવધિ, આવીને કરો અમારા આનંદમાં તો વધારો
નથી કોઈ મુક્તિની ઝંખના તો હૈયામાં અમારા, તમારા હૈયામાં અમને કેદી બનાવો
વસ્યું છે જગત તો સદા હૈયામાં તમારા, હૈયામાં અમારા તમે આવીને વસો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dila karē chē iṁtējāra tamārō, nayanō karē chē iṁtajhāra, vhēlā vhēlā dōḍī āvajō
dhaḍakanē dhaḍakanē dila dhaḍakī rahyuṁ chē, sāṁbhalavā jarā ēnē vhēlā vhēlā āvajō
karī śakaśō iṁtējāra tamē amārō, karō vicāra thāśē hālata ēmāṁ śuṁ amārī
chē dila bhalē amāruṁ, rahyuṁ chē kyāṁ ē amāruṁ, havē dilanī dhaḍakana nē banāvō dhaḍakana tamārī
jagāvī jagāvī yādō mīṭhī, satāvō chō amanē śānē, chōḍī havē ē ādata tamārī
malē chē jōvā dr̥śyō anērāṁ, tamārā dr̥śyanuṁ anēruṁ sukha āpavā tō jīvanamāṁ
chē tanabadanamāṁ amārā, aramānō tō tamārāṁ, āvīnē ēmāṁ, karō havē vadhārō
ānaṁdanē nathī kōī avadhi, āvīnē karō amārā ānaṁdamāṁ tō vadhārō
nathī kōī muktinī jhaṁkhanā tō haiyāmāṁ amārā, tamārā haiyāmāṁ amanē kēdī banāvō
vasyuṁ chē jagata tō sadā haiyāmāṁ tamārā, haiyāmāṁ amārā tamē āvīnē vasō
|