|
View Original |
|
રાજ્યના રાજ જગતમાંથી તો જાતા રહ્યા
મનોરાજ્ય સહુના સહુની પાસે, હજી એવા ને એવા રહ્યા
હતી પ્રજા તો સહુ, કોઈ ને કોઈ જગના રાજ્યની
મનોરાજ્યમાં, સહુ સહુ તો રાજ્ય કરતા રહ્યા
હતી રોકટોક તો કોઈ ને કોઈની તો કોઈ વાતની
મનોરાજ્યમાં તો સહુ મનધાર્યું સહુ કરતા રહ્યા
પડે કમી જગતના રાજ્યમાં તો કોઈ ને કોઈ વાતની
મનોરાજ્યમાં કમીના દર્શન કદી તો ના થાતા
જગતમાં તો સુખદુઃખ તો સદા સંજોગોના હાથમાં રહ્યા
મનોરાજ્યમાં તો સદા સંજોગો, સહુ સહુના હાથમાં રહ્યા
જગતના રાજ્યમાં, કર્મનું વર્ચસ્વ રહ્યું સહુ પર સદા
મનોરાજ્યમાં તો ચાવી રહી સહુ સહુના તો હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)