|
View Original |
|
જેણે સોંપ્યો છે `મા' ને સઘળો ભાર
તેનો રથ ચલાવે બની જુગદાધાર
ભલે આવે આફતો એમાં હજાર
કરશે એમાંથી એ તો પાર - જેણે ...
ભલે પાપો કર્યાં હશે અપાર
કરજો સાચા દિલથી તેના એકરાર - જેણે ...
આ વાતમાં સંશય રાખશો ના લગાર
ભક્તોના જીવન તણો છે આ સાર - જેણે ...
જેણે લીધો `મા' તણો સાચો આધાર
હળવો બનશે એ આ જગ મોઝાર - જેણે ...
જેનો `મા' કરશે દિલથી સ્વીકાર
એના હૈયાનો દૂર થાશે અંધકાર - જેણે ...
જે કરશે એને સાચા દિલથી પોકાર
`મા' દોડી આવશે બની રક્ષણહાર - જેણે ...
લેજો `મા' તણું નામ દિલથી વારંવાર
તરી જાશો તમે ભવસાગર સંસાર - જેણે ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)