1992-02-12
1992-02-12
1992-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15666
થાંભલા ને થાંભલાની ઉપર, રહેશે ઇમારત તો ઊભી, એવો થાંભલો તું બનજે

કોઈના જીવનમાં, નડતરરૂપ થાંભલો, એવો થાંભલો તો તું ના બનજે
ફૂલને રક્ષણ દે સદા કાંટા, એવો કાંટો જીવનમાં ભલે તું બનજે
રસ્તે ખુલ્લે પગે ચાલનારાના પગમાં, ભોંકાતો કાંટો કદી ના તું બનજે
ભૂખ્યાને રસોઇથી સંતોષવા, રસોઇ પકવવાનો અગ્નિ ભલે તું બનજે
કોઈનું જીવન જલાવવા, કે વિનાશ કરવા નોતરવાનો, અગ્નિ તું ના બનજે
દિવસભરનો શ્રમિક નો શ્રમ ઉતારવા, ઠંડકભરી રાત્રિ તો તું બનજે
પ્રેમીઓને ઝૂરતા ને ઝૂરતા રાખી, વિરહભરી એવી રાત્રિ ના બનજે
તૃષાથી તરફડતા જીવની પ્યાસ બુઝાવવા, અમૃતમય ઠંડું જળ તું બનજે
ધરતીને લીલીછમ કરતા પાકનો નાશ કરતા વિનાશકારી જળ ના બનજે
ગતિએ ગતિએ થાયે પ્રગતિ, જીવનમાં એવી ગતિ તો તું બનજે
જે ગતિ જીવનમાં દે નીચે ને નીચે ધકેલી, દૂર્ગતી એવી ના તું બનજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thāṁbhalā nē thāṁbhalānī upara, rahēśē imārata tō ūbhī, ēvō thāṁbhalō tuṁ banajē
kōīnā jīvanamāṁ, naḍatararūpa thāṁbhalō, ēvō thāṁbhalō tō tuṁ nā banajē
phūlanē rakṣaṇa dē sadā kāṁṭā, ēvō kāṁṭō jīvanamāṁ bhalē tuṁ banajē
rastē khullē pagē cālanārānā pagamāṁ, bhōṁkātō kāṁṭō kadī nā tuṁ banajē
bhūkhyānē rasōithī saṁtōṣavā, rasōi pakavavānō agni bhalē tuṁ banajē
kōīnuṁ jīvana jalāvavā, kē vināśa karavā nōtaravānō, agni tuṁ nā banajē
divasabharanō śramika nō śrama utāravā, ṭhaṁḍakabharī rātri tō tuṁ banajē
prēmīōnē jhūratā nē jhūratā rākhī, virahabharī ēvī rātri nā banajē
tr̥ṣāthī taraphaḍatā jīvanī pyāsa bujhāvavā, amr̥tamaya ṭhaṁḍuṁ jala tuṁ banajē
dharatīnē līlīchama karatā pākanō nāśa karatā vināśakārī jala nā banajē
gatiē gatiē thāyē pragati, jīvanamāṁ ēvī gati tō tuṁ banajē
jē gati jīvanamāṁ dē nīcē nē nīcē dhakēlī, dūrgatī ēvī nā tuṁ banajē
|