|
View Original |
|
સૂર સાથે સૂર જો મેળવશો નહીં
તો બેસૂરા બનશો તમે આ જગમાં
તાલ સાથે તાલ જો મેળવશો નહીં
તો બેતાલ બનશો તમે આ જગમાં
આફતોનો સામનો જો હિંમતથી કરશો નહીં
તો ફેંકાઈ જશો તમે આ જગમાં
દુઃખો રડી જો દુઃખો ગાશો
તો દુઃખી થાશો તમે આ જગમાં
જગતની ગતિ સાથે જો ગતિ કરશો નહીં
તો પાછા પડી જશો તમે આ જગમાં
દુઃખીના દુઃખને જો સમજશો નહીં
તો પુણ્ય ચૂકી જશો તમે આ જગમાં
સંસારમાં રહી `મા' સાથે જો પ્રીત જોડશો નહીં
તો અવસર ચૂકી જશો તમે આ જગમાં
ભાવભરી સદાય જો ભક્તિ કરશો
તો પ્રભુ દૂર નહીં રહે આ જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)