|
View Original |
|
સપના તો આવ્યા, સપનામાં ના એ તો આવ્યા
એવા સપનાને, જીવનમાં તો શું કરવા (2)
યાદો તો જીવનમાં આવી, યાદોમાં યાદ ના એની આવી
એવી યાદોને જીવનમાં તો શું કરવી (2)
જીવનમાં ઉકેલો તો ઘણા ઘણા મળ્યા, ઘણા તો બાકી રહ્યા
એવા ઉકેલોને તો જીવનમાં શું કરવા (2)
ચાલતા ને ચલતા તો રહ્યા, સ્થાને તો જો ના પહોંચ્યા
જીવનમાં એવું તો કેવું ચાલ્યા (2)
અજવાળા જીવનમાં તો મળ્યા, અંધારા એવાને એવા રહ્યા
એવા અજવાળાને જીવનમાં તો શું કરવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)