1992-03-27
1992-03-27
1992-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15755
એક એક કરતા, કરતો રહેજે, દોષોને દૂર તું જીવનમાંથી તારા
એક એક કરતા, કરતો રહેજે, દોષોને દૂર તું જીવનમાંથી તારા
વિચારી જોજે શાંતિથી તું હૈયે, જીવનમાં તને એ કેટલા કામ આવ્યા
હણાતી રહી છે એમાં શક્તિ તારી, જ્યાં જીવનમાં એને તેં સંઘર્યાં
કંઈકતો ઘર કરી બેઠાં છે એવા, હઠવાનું નામ ના એ તો લેતા
કર શક્તિ તારી ભેગી, એક એક કરીને, એને તો દૂર કરવા
પડશે પરિશ્રમ તો ઝાઝો, જીવનમા તો, સુખદ જીવન જીવવા
દઈ ઉત્તેજન દોષોને, સંઘરી હૈયેથી, મળશે ના જીવનમાં કોઈ ફાયદા
તૂટી પડશે એક દિન જીવનના, છે એના તો કાયદા વિનાના કાયદા
અનુભવશે હળવાશ તું હૈયે, એક એક હૈયેથી તો દૂર થાતાં
ગુમાવવાનું નથી કાંઈ જીવનમાં, એમાં, હૈયેથી જ્યાં દૂર એ થાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ēka karatā, karatō rahējē, dōṣōnē dūra tuṁ jīvanamāṁthī tārā
vicārī jōjē śāṁtithī tuṁ haiyē, jīvanamāṁ tanē ē kēṭalā kāma āvyā
haṇātī rahī chē ēmāṁ śakti tārī, jyāṁ jīvanamāṁ ēnē tēṁ saṁgharyāṁ
kaṁīkatō ghara karī bēṭhāṁ chē ēvā, haṭhavānuṁ nāma nā ē tō lētā
kara śakti tārī bhēgī, ēka ēka karīnē, ēnē tō dūra karavā
paḍaśē pariśrama tō jhājhō, jīvanamā tō, sukhada jīvana jīvavā
daī uttējana dōṣōnē, saṁgharī haiyēthī, malaśē nā jīvanamāṁ kōī phāyadā
tūṭī paḍaśē ēka dina jīvananā, chē ēnā tō kāyadā vinānā kāyadā
anubhavaśē halavāśa tuṁ haiyē, ēka ēka haiyēthī tō dūra thātāṁ
gumāvavānuṁ nathī kāṁī jīvanamāṁ, ēmāṁ, haiyēthī jyāṁ dūra ē thātāṁ
|