1992-05-08
1992-05-08
1992-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15856
ક્ષણે ક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી
ક્ષણે ક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી
મારા તારાની ચુંગાલમાં, હૈયું જેનું અટવાયું નથી
પ્રભુદર્શન થયા વિના એને રહેતા નથી (2)
કામ ક્રોધના વિકારો જેને જીવનમાં સ્પર્શ્યા નથી
લોભ લાલચની ધારા, જેને હૈયે જનમતી નથી - પ્રભુદર્શન...
જેના હૈયે કૂડકપટના કીડા ખદબદતા નથી
જેના હૈયે સરળતા વિના બીજી ધારા વહેતી નથી - પ્રભુદર્શન...
જેને પ્રભુને એના કાર્યમાં, શંકા કુશંકા નથી
જેની દૃષ્ટિમાં, પ્રભુ વિના બીજું સમાયું નથી - પ્રભુદર્શન...
જેનું હૈયું પ્રભુસ્મરણ વિના બીજું સુખ મહાણતું નથી
જે જીવનમાં કોઈની ઉપેક્ષા અને અપમાન કરતું નથી - પ્રભુદર્શન...
જેને હૈયે દયા, ધીરજ, ક્ષમા વિના કાંઈ વસ્યું નથી
જેને હૈયે અભિમાન, અહંને વસવા દીધા નથી - પ્રભુદર્શન...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kṣaṇē kṣaṇa jēnī, prabhu viśvāsa vinānī tō vītatī nathī
mārā tārānī cuṁgālamāṁ, haiyuṁ jēnuṁ aṭavāyuṁ nathī
prabhudarśana thayā vinā ēnē rahētā nathī (2)
kāma krōdhanā vikārō jēnē jīvanamāṁ sparśyā nathī
lōbha lālacanī dhārā, jēnē haiyē janamatī nathī - prabhudarśana...
jēnā haiyē kūḍakapaṭanā kīḍā khadabadatā nathī
jēnā haiyē saralatā vinā bījī dhārā vahētī nathī - prabhudarśana...
jēnē prabhunē ēnā kāryamāṁ, śaṁkā kuśaṁkā nathī
jēnī dr̥ṣṭimāṁ, prabhu vinā bījuṁ samāyuṁ nathī - prabhudarśana...
jēnuṁ haiyuṁ prabhusmaraṇa vinā bījuṁ sukha mahāṇatuṁ nathī
jē jīvanamāṁ kōīnī upēkṣā anē apamāna karatuṁ nathī - prabhudarśana...
jēnē haiyē dayā, dhīraja, kṣamā vinā kāṁī vasyuṁ nathī
jēnē haiyē abhimāna, ahaṁnē vasavā dīdhā nathī - prabhudarśana...
|
|