Hymn No. 4243 | Date: 01-Oct-1992
મળે રે મેળવીએ સુખ, ભલે જીવનમાં તો ઘણું, મળી ના શકે આતમસુખ જેવું
malē rē mēlavīē sukha, bhalē jīvanamāṁ tō ghaṇuṁ, malī nā śakē ātamasukha jēvuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-10-01
1992-10-01
1992-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16230
મળે રે મેળવીએ સુખ, ભલે જીવનમાં તો ઘણું, મળી ના શકે આતમસુખ જેવું
મળે રે મેળવીએ સુખ, ભલે જીવનમાં તો ઘણું, મળી ના શકે આતમસુખ જેવું
જીવનમાં સુખ મળે, થાતાં ઇચ્છાઓ પૂરી, છે આતમસુખ તો એક સુખનું ઝરણું
જીવનસુખ તો રહે સદા બદલાતું ને બદલાતું, આતમસુખ રહે અવિરત વહેતું
રાખે જીવનસુખ તો આધાર બીજા ઉપર, આતમસુખ તો છે સ્વયં સુખનું ઝરણું
જીવનસુખ તો આવે ને જાયે, શરૂ થાયે, આતમસુખ રહે એ મળતુંને મળતું
પડશે કરવી કોશિશો તો બંનેમાં, એક રહે સ્થાયી, રહે બીજું તો ફરતુંને ફરતું
જીવનસુખ તો છે કોઈને કોઈ સાથે સંકળાયેલું, આતમસુખ છે સ્વયં સ્ફુરિત ઝરણું
જોઈએ ના કારણ આતમસુખને, રહે જીવનમાં સદા એ તો વહેતું ને વહેતું
પ્રેમ, દયા, શ્રદ્ધા ને ભાવ તો છે એની સાથ, કરી શકે એને એ તો વહેતું
જાગ્યું કે મળ્યું આતમસુખ જ્યાં જીવનમાં, દુઃખ ત્યાં તો કદી ફરકી ના શક્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malē rē mēlavīē sukha, bhalē jīvanamāṁ tō ghaṇuṁ, malī nā śakē ātamasukha jēvuṁ
jīvanamāṁ sukha malē, thātāṁ icchāō pūrī, chē ātamasukha tō ēka sukhanuṁ jharaṇuṁ
jīvanasukha tō rahē sadā badalātuṁ nē badalātuṁ, ātamasukha rahē avirata vahētuṁ
rākhē jīvanasukha tō ādhāra bījā upara, ātamasukha tō chē svayaṁ sukhanuṁ jharaṇuṁ
jīvanasukha tō āvē nē jāyē, śarū thāyē, ātamasukha rahē ē malatuṁnē malatuṁ
paḍaśē karavī kōśiśō tō baṁnēmāṁ, ēka rahē sthāyī, rahē bījuṁ tō pharatuṁnē pharatuṁ
jīvanasukha tō chē kōīnē kōī sāthē saṁkalāyēluṁ, ātamasukha chē svayaṁ sphurita jharaṇuṁ
jōīē nā kāraṇa ātamasukhanē, rahē jīvanamāṁ sadā ē tō vahētuṁ nē vahētuṁ
prēma, dayā, śraddhā nē bhāva tō chē ēnī sātha, karī śakē ēnē ē tō vahētuṁ
jāgyuṁ kē malyuṁ ātamasukha jyāṁ jīvanamāṁ, duḥkha tyāṁ tō kadī pharakī nā śakyuṁ
|