1992-11-07
1992-11-07
1992-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16299
થયું, થવાનું હતું એમ થયું, થવું જોઈએ એમ તો ના થયું

કર્યું, કરવું જોઈએ એટલું કર્યું, જેમ કરવું જોઈએ એમ ના કર્યું
હસ્યો, હસવું જોઈએ એટલે હસ્યો, મુક્ત મને તો જીવનમાં ના હસાયું
રડયો, રડવું પડયું એટલે રડયો, હૈયું ખોલી હતું રડવું, ના રડાયું
પ્રેમ કર્યો, કરવો જોઈએ એટલે કર્યો, પ્રેમની ગરિમા ના ભેળવી શક્યો
કર્યા યત્નો, કરવા પડયા એટલે કર્યા, મન ને દિલ ના ભેળવી શક્યો
શ્વાસ તો લીધા, લેવા જોઈએ એટલે લીધા, કિંમત શ્વાસની ના કરી શક્યો
કારણ ગોત્યું, ગોતવું પડયું એટલે ગોત્યું, મૂળ કારણ તો ના જડયું
કહ્યું, કહેવું પડયું એટલે કહ્યું, જેમ કહેવું જોઈએ એમ તો ના કહ્યું
મજબૂર રહ્યો, રહેવું પડયું એટલે રહ્યો, જીવન મજબૂરીથી તો ભર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ, thavānuṁ hatuṁ ēma thayuṁ, thavuṁ jōīē ēma tō nā thayuṁ
karyuṁ, karavuṁ jōīē ēṭaluṁ karyuṁ, jēma karavuṁ jōīē ēma nā karyuṁ
hasyō, hasavuṁ jōīē ēṭalē hasyō, mukta manē tō jīvanamāṁ nā hasāyuṁ
raḍayō, raḍavuṁ paḍayuṁ ēṭalē raḍayō, haiyuṁ khōlī hatuṁ raḍavuṁ, nā raḍāyuṁ
prēma karyō, karavō jōīē ēṭalē karyō, prēmanī garimā nā bhēlavī śakyō
karyā yatnō, karavā paḍayā ēṭalē karyā, mana nē dila nā bhēlavī śakyō
śvāsa tō līdhā, lēvā jōīē ēṭalē līdhā, kiṁmata śvāsanī nā karī śakyō
kāraṇa gōtyuṁ, gōtavuṁ paḍayuṁ ēṭalē gōtyuṁ, mūla kāraṇa tō nā jaḍayuṁ
kahyuṁ, kahēvuṁ paḍayuṁ ēṭalē kahyuṁ, jēma kahēvuṁ jōīē ēma tō nā kahyuṁ
majabūra rahyō, rahēvuṁ paḍayuṁ ēṭalē rahyō, jīvana majabūrīthī tō bharyuṁ
|