1992-11-13
1992-11-13
1992-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16315
ગણાવું કેટકેટલી કમજોરી મારી રે પ્રભુ, જણાવું તને કેટકેટલી કમજોરી

એક હોય તો એને રે ગણાવું, છે જીવનમાં તો મારા, તો ભરી ભરી
જાગે ન જાગે મારામાં સ્મશાન વેરાગ્ય માયામાં, ત્યાં તો કૂતરાની પૂંછડી તો વાંકીને વાંકી
નચાવે મનડું મારું, નાચું હું એમાં, લઈ ના શકું એને કાબૂમાં, કહું કઈ રીતે મારી લાચારી
એકવાર હોય તો, તો સમજાય રે પ્રભુ, છે આ તો વારંવારની વાતો તો મારી
થઈ નથી બદલી હજી તો એમાં, રહ્યો છું રાહ જોઈ, મળી જાય ચરણધૂળી તમારી
કરી કોશિશો જીવનમાં સુખની તો જ્યાં ઊલટી, રહું જીવનમાં દુઃખને તો નોતરી
થાઊં તૈયાર લડવા લડત વિકારો સામે, લઉં ત્યાં પહેલાં હાર તો સ્વીકારી
જાગે ઇચ્છા મળવા જીવનમાં તો તને, માયા તો મને લે એમાં તો લપટાવી
છે મારે માટે તો આ અસાધ્ય રોગ, છે દવા એની તો એક પાસે તમારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gaṇāvuṁ kēṭakēṭalī kamajōrī mārī rē prabhu, jaṇāvuṁ tanē kēṭakēṭalī kamajōrī
ēka hōya tō ēnē rē gaṇāvuṁ, chē jīvanamāṁ tō mārā, tō bharī bharī
jāgē na jāgē mārāmāṁ smaśāna vērāgya māyāmāṁ, tyāṁ tō kūtarānī pūṁchaḍī tō vāṁkīnē vāṁkī
nacāvē manaḍuṁ māruṁ, nācuṁ huṁ ēmāṁ, laī nā śakuṁ ēnē kābūmāṁ, kahuṁ kaī rītē mārī lācārī
ēkavāra hōya tō, tō samajāya rē prabhu, chē ā tō vāraṁvāranī vātō tō mārī
thaī nathī badalī hajī tō ēmāṁ, rahyō chuṁ rāha jōī, malī jāya caraṇadhūlī tamārī
karī kōśiśō jīvanamāṁ sukhanī tō jyāṁ ūlaṭī, rahuṁ jīvanamāṁ duḥkhanē tō nōtarī
thāūṁ taiyāra laḍavā laḍata vikārō sāmē, lauṁ tyāṁ pahēlāṁ hāra tō svīkārī
jāgē icchā malavā jīvanamāṁ tō tanē, māyā tō manē lē ēmāṁ tō lapaṭāvī
chē mārē māṭē tō ā asādhya rōga, chē davā ēnī tō ēka pāsē tamārī
|