1992-11-20
1992-11-20
1992-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16330
હતું ના નામ તો જેને, મળ્યું નામ જગમાં તો એને
હતું ના નામ તો જેને, મળ્યું નામ જગમાં તો એને,
હતા ના ઘાટ તો જેને, મળ્યા ઘાટ જગમાં તો એને
મળ્યું જગમાં એને તો ઘણું ઘણું, મળી ના ખુદને ખુદની પહેચાન તો એને
લાવ્યો ના જગમાં તો કાંઈ એ સાથે, ના જગમાં તો કોઈ એ તો છોડી શક્યો
કર્યું મારું મારું જગમાં સદા એણે, ભવફેરાનું મળ્યું જગમાં ઇનામ તો એને
હતો સુખ દુઃખથી મુક્ત જે એ તો, સુખદુઃખમાં જગમાં ગયો ખૂંપી એ તો
હતો મુક્ત સદા જગમાં જ્યાં એ તો, બંધનોને બંધનોની કેદમાં પુરાઈ એ તો બેઠો
સમજણનો તો જગમાં સાર સદા હતો એ તો, સમજણમાં ગૂંચવણ રહ્યો ઊભો કરતો
ના હતો એ કોઈનો સગો, હતા ના કોઈ સગા, સગપણનું ગૂંચળું ઊભો કરતો રહ્યો
હતી ના કોઈ ઇચ્છાઓ જેને, સંજોગે સંજોગે ગૂંચવાડો ને ગૂંચવાડો ઊભો કરતો રહ્યો
સમયને કર્મથી તો જે પાર હતો, સમયને કર્મથી એ બંધાતો ને બંધાતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatuṁ nā nāma tō jēnē, malyuṁ nāma jagamāṁ tō ēnē,
hatā nā ghāṭa tō jēnē, malyā ghāṭa jagamāṁ tō ēnē
malyuṁ jagamāṁ ēnē tō ghaṇuṁ ghaṇuṁ, malī nā khudanē khudanī pahēcāna tō ēnē
lāvyō nā jagamāṁ tō kāṁī ē sāthē, nā jagamāṁ tō kōī ē tō chōḍī śakyō
karyuṁ māruṁ māruṁ jagamāṁ sadā ēṇē, bhavaphērānuṁ malyuṁ jagamāṁ ināma tō ēnē
hatō sukha duḥkhathī mukta jē ē tō, sukhaduḥkhamāṁ jagamāṁ gayō khūṁpī ē tō
hatō mukta sadā jagamāṁ jyāṁ ē tō, baṁdhanōnē baṁdhanōnī kēdamāṁ purāī ē tō bēṭhō
samajaṇanō tō jagamāṁ sāra sadā hatō ē tō, samajaṇamāṁ gūṁcavaṇa rahyō ūbhō karatō
nā hatō ē kōīnō sagō, hatā nā kōī sagā, sagapaṇanuṁ gūṁcaluṁ ūbhō karatō rahyō
hatī nā kōī icchāō jēnē, saṁjōgē saṁjōgē gūṁcavāḍō nē gūṁcavāḍō ūbhō karatō rahyō
samayanē karmathī tō jē pāra hatō, samayanē karmathī ē baṁdhātō nē baṁdhātō gayō
|