|
View Original |
|
સદા મોત ગાજી રહ્યું છે માથે તારે
તોય સુખની નીંદર તને કેમ આવે
કાળા ગયા ને માથે ધોળા આવે
આ જોઈને પણ જો તું નહીં જાગે
સંસારમાં રહીશ જો રચ્યોપચ્યો
વહેલું-મોડું મોત ભરખી જશે જ્યારે
અધૂરી આશા, અધૂરી રહેશે ત્યારે
ચેતીને, મનવા સંકલ્પ કર અત્યારે ને અત્યારે
ઝંઝટ છોડી, શરણું સાધીશ `મા' નું અત્યારે ને અત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)