Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8051 | Date: 06-Jun-1999
જાગ્યા હૈયામાં જે જે ભાવો રે માડી, અમે તને તો એ કહી દીધું
Jāgyā haiyāmāṁ jē jē bhāvō rē māḍī, amē tanē tō ē kahī dīdhuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8051 | Date: 06-Jun-1999

જાગ્યા હૈયામાં જે જે ભાવો રે માડી, અમે તને તો એ કહી દીધું

  No Audio

jāgyā haiyāmāṁ jē jē bhāvō rē māḍī, amē tanē tō ē kahī dīdhuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-06-06 1999-06-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17038 જાગ્યા હૈયામાં જે જે ભાવો રે માડી, અમે તને તો એ કહી દીધું જાગ્યા હૈયામાં જે જે ભાવો રે માડી, અમે તને તો એ કહી દીધું

બિછાવી ભાવોની ચાદર માડી, તારા આગમનની રાહ અમે જોઈશું

વિતાવી છે કંઈક રાતો વિરહમાં, ના જાણે અમે કેટલી વિતાવીશું

તારી કૃપા વિના રે માડી, આવી રાતો તો અમે ગણ્યા કરીશું

પ્રેમના પાઠો શીખવા તો પૂરા, દ્વારે તો તારે ક્યારે અમે આવીશું

ધનદૌલતથી તો જળવાયા વ્યવહારો, કેમ તને અમે રીઝવશું

દુઃખદર્દ દેકારો બોલાવી રહ્યા જીવનમાં, કેમ કરી એ જીરવશું

સુખચેનની પળ ગોતવી પડે છે જીવનમાં, પળો એવી કેમ કરી મેળવશું

હાલ અમારા નથી તમારાથી અજાણ્યા, તને તોય એ કહી દીધું

તું છે માડી મારી, બાળ છીએ અમે તમારાં, આ સંબંધ કેમ વીસરશું
View Original Increase Font Decrease Font

જાગ્યા હૈયામાં જે જે ભાવો રે માડી, અમે તને તો એ કહી દીધું

બિછાવી ભાવોની ચાદર માડી, તારા આગમનની રાહ અમે જોઈશું

વિતાવી છે કંઈક રાતો વિરહમાં, ના જાણે અમે કેટલી વિતાવીશું

તારી કૃપા વિના રે માડી, આવી રાતો તો અમે ગણ્યા કરીશું

પ્રેમના પાઠો શીખવા તો પૂરા, દ્વારે તો તારે ક્યારે અમે આવીશું

ધનદૌલતથી તો જળવાયા વ્યવહારો, કેમ તને અમે રીઝવશું

દુઃખદર્દ દેકારો બોલાવી રહ્યા જીવનમાં, કેમ કરી એ જીરવશું

સુખચેનની પળ ગોતવી પડે છે જીવનમાં, પળો એવી કેમ કરી મેળવશું

હાલ અમારા નથી તમારાથી અજાણ્યા, તને તોય એ કહી દીધું

તું છે માડી મારી, બાળ છીએ અમે તમારાં, આ સંબંધ કેમ વીસરશું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgyā haiyāmāṁ jē jē bhāvō rē māḍī, amē tanē tō ē kahī dīdhuṁ

bichāvī bhāvōnī cādara māḍī, tārā āgamananī rāha amē jōīśuṁ

vitāvī chē kaṁīka rātō virahamāṁ, nā jāṇē amē kēṭalī vitāvīśuṁ

tārī kr̥pā vinā rē māḍī, āvī rātō tō amē gaṇyā karīśuṁ

prēmanā pāṭhō śīkhavā tō pūrā, dvārē tō tārē kyārē amē āvīśuṁ

dhanadaulatathī tō jalavāyā vyavahārō, kēma tanē amē rījhavaśuṁ

duḥkhadarda dēkārō bōlāvī rahyā jīvanamāṁ, kēma karī ē jīravaśuṁ

sukhacēnanī pala gōtavī paḍē chē jīvanamāṁ, palō ēvī kēma karī mēlavaśuṁ

hāla amārā nathī tamārāthī ajāṇyā, tanē tōya ē kahī dīdhuṁ

tuṁ chē māḍī mārī, bāla chīē amē tamārāṁ, ā saṁbaṁdha kēma vīsaraśuṁ
Scan Image

Gujarati Bhajan no. 8051 by Satguru Devendra Ghia - Kaka
First...804780488049...Last