1999-06-11
1999-06-11
1999-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17043
આગ લાગી ગઈ મહોબ્બતની હૈયામાં, આગ હજી એની એમાં તો જલે છે

બુઝાશે ના એ તો એના પ્યાર વિના, જેના પ્યારે તો એ આગ લગાડી છે
થઈ જાશે રાખ એમાં બીજા વિચારોની, દીપક પ્યારનો એમાં તો જ્યાં જલતો જાશે
હરેક અંગમાંથી પ્યાર એમાં તો બોલશે, નયનોમાંથી પ્યાર તો ઝરતો રહેશે
ચેન બીજું બધું એમાં તો હરાઈ જાશે, સુખ મહોબતનું એમાં મળતું રહેશે
આ દુનિયામાં હશે એની દુનિયા જુદી, આ દુનિયા સાથે ના લેવાદેવા હશે
કાંટા પણ ફૂલ સમાન એમાં લાગશે, જ્યાં મહોબતની આગ દિલમાં જલતી હશે
એ આંખમાં જ એનું વિશ્વ સમાયું હશે, એ આંખ વિના ના બીજું કાંઈ દેખાશે
હૈયું હૈયાને તો ઝંખતું હશે એમાં, એના વિના તો દિલ એનું સૂનું હશે
દર્દ હશે પણ એમાં તો એ મીઠું મીઠું, હૈયું એ તો એ દર્દમાં ખીલતું હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āga lāgī gaī mahōbbatanī haiyāmāṁ, āga hajī ēnī ēmāṁ tō jalē chē
bujhāśē nā ē tō ēnā pyāra vinā, jēnā pyārē tō ē āga lagāḍī chē
thaī jāśē rākha ēmāṁ bījā vicārōnī, dīpaka pyāranō ēmāṁ tō jyāṁ jalatō jāśē
harēka aṁgamāṁthī pyāra ēmāṁ tō bōlaśē, nayanōmāṁthī pyāra tō jharatō rahēśē
cēna bījuṁ badhuṁ ēmāṁ tō harāī jāśē, sukha mahōbatanuṁ ēmāṁ malatuṁ rahēśē
ā duniyāmāṁ haśē ēnī duniyā judī, ā duniyā sāthē nā lēvādēvā haśē
kāṁṭā paṇa phūla samāna ēmāṁ lāgaśē, jyāṁ mahōbatanī āga dilamāṁ jalatī haśē
ē āṁkhamāṁ ja ēnuṁ viśva samāyuṁ haśē, ē āṁkha vinā nā bījuṁ kāṁī dēkhāśē
haiyuṁ haiyānē tō jhaṁkhatuṁ haśē ēmāṁ, ēnā vinā tō dila ēnuṁ sūnuṁ haśē
darda haśē paṇa ēmāṁ tō ē mīṭhuṁ mīṭhuṁ, haiyuṁ ē tō ē dardamāṁ khīlatuṁ haśē
|
|