1999-07-15
1999-07-15
1999-07-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17053
મનમંદિરમાં દીપ પ્રગટાવી, જલાવી જ્યોત એમાં માડી તો તારી રે

ઊઠે ઊંડાં વમળો હૈયામાં, ઊઠે મનમાં તોફાનો તો માડી ભારી રે
બુઝાવા ના દેજે એ જ્યોતને માડી, લેજે માડી એને તું સંભાળી રે
યત્ને યત્ને રહે યત્નો અધૂરા, પાજે એમાં એને તારા સફળતાનાં વારિ રે
તોફાનોના સાગર રહ્યા છીએ વચ્ચે ઊભા, યાચીએ મદદ એમાં તારી રે
સ્થિર રહે ના પગ એમાં તો અમારા, આપજે સ્થિરતા એમાં તારી રે
તું અને મન તો બહુ મળતાં રે માડી, રીત બંનેની છે ન્યારી રે
લાગે માડી કદી તો તું નઠારી, લાગે કદી તો તું પ્યારી પ્યારી રે
તારી જ્યોતમાં દેજે દર્શન તું માડી તારાં, મારી પ્યારી પ્યારી માડી રે
મળતાં દર્શન એમાં તારાં રે માડી, રોમેરોમ ઊઠશે નામ તારું પોકારી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manamaṁdiramāṁ dīpa pragaṭāvī, jalāvī jyōta ēmāṁ māḍī tō tārī rē
ūṭhē ūṁḍāṁ vamalō haiyāmāṁ, ūṭhē manamāṁ tōphānō tō māḍī bhārī rē
bujhāvā nā dējē ē jyōtanē māḍī, lējē māḍī ēnē tuṁ saṁbhālī rē
yatnē yatnē rahē yatnō adhūrā, pājē ēmāṁ ēnē tārā saphalatānāṁ vāri rē
tōphānōnā sāgara rahyā chīē vaccē ūbhā, yācīē madada ēmāṁ tārī rē
sthira rahē nā paga ēmāṁ tō amārā, āpajē sthiratā ēmāṁ tārī rē
tuṁ anē mana tō bahu malatāṁ rē māḍī, rīta baṁnēnī chē nyārī rē
lāgē māḍī kadī tō tuṁ naṭhārī, lāgē kadī tō tuṁ pyārī pyārī rē
tārī jyōtamāṁ dējē darśana tuṁ māḍī tārāṁ, mārī pyārī pyārī māḍī rē
malatāṁ darśana ēmāṁ tārāṁ rē māḍī, rōmērōma ūṭhaśē nāma tāruṁ pōkārī rē
|