|
View Original |
|
દઈ ગઈ જ્ઞાન કુદરત તો જીવનને
જીવનમાં અનુભવની ભવાઈ ભજવાઈ ગઈ
અનુભવે ધર્યા વેશ જુદા જુદા જીવનમાં
કદી સમજાવી, કદી ના સમજાયા વેશ એના
વેશ એના રોજ બદલાતા, વેશે વેશે સમજાતી ના
ગણ્યા ગણાય નહીં, વેશ એના, વેશે દીધી જ્ઞાનની છાયા
સર્જાયાં શાસ્ત્રો ને શાસ્ત્રો એમાં, ગણ્યા જ્ઞાનના ભંડાર
ખૂલતા ગયા જ્ઞાનના ભંડાર, લહાણી મળી અનુભવની
સંબંધોના તોલમાપ મળતા નથી, અનુભવ દેતા ગયા
ગુણો અવગુણો ત્રાજવે તોલાયા, જીવનને અનુભવ દેતા ગયા
માપ શાંતિનાં બદલાયાં અનુભવ એ તો કહેતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)