1999-07-25
1999-07-25
1999-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17127
કોણ કેવો છે ને કેવો નથી, જા ભૂલી, જો તું કેવો છે ને કેવો નથી

દુઃખદર્દમાં સહુ કોઈએ ચીસો પાડી, એમાંથી તું પણ કાંઈ બાકી નથી
ભૂલી ગયો ચીસ તું તારી, અન્યની ચીસોમાં બેબાકળો શાને બની ગયો
જોઈને બેકાબૂ અન્યના મનના ઉપાડા, મનમાં શાને હરખાઈ તો ગયો
રાખી ના શક્યો કાબૂમાં મનના ઉપાડા તારા, આકુળવ્યાકુળ શાને બની ગયો
દુઃખદર્દને દાવત કોઈ દેતું નથી, દુઃખી થયા વિના તોય રહ્યા નથી
પ્રેમની વાતો સહુ કોઈ કરે જગમાં, સાચો પ્રેમ તો કોઈ કરતું નથી
પ્રેમ તો છે એવું અમૃત જીવનમાં, કોઈ પીધા વિના રહ્યું નથી
ભૂલો ને ભૂલો રહ્યા છે સહુ કોઈ કરતા, ભૂલો વિનાનું કોઈ રહ્યું નથી
પોતાની ભૂલ પર કોઈ હસ્યું નથી, અન્યની ભૂલ પર હસ્યા વિના રહ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa kēvō chē nē kēvō nathī, jā bhūlī, jō tuṁ kēvō chē nē kēvō nathī
duḥkhadardamāṁ sahu kōīē cīsō pāḍī, ēmāṁthī tuṁ paṇa kāṁī bākī nathī
bhūlī gayō cīsa tuṁ tārī, anyanī cīsōmāṁ bēbākalō śānē banī gayō
jōīnē bēkābū anyanā mananā upāḍā, manamāṁ śānē harakhāī tō gayō
rākhī nā śakyō kābūmāṁ mananā upāḍā tārā, ākulavyākula śānē banī gayō
duḥkhadardanē dāvata kōī dētuṁ nathī, duḥkhī thayā vinā tōya rahyā nathī
prēmanī vātō sahu kōī karē jagamāṁ, sācō prēma tō kōī karatuṁ nathī
prēma tō chē ēvuṁ amr̥ta jīvanamāṁ, kōī pīdhā vinā rahyuṁ nathī
bhūlō nē bhūlō rahyā chē sahu kōī karatā, bhūlō vinānuṁ kōī rahyuṁ nathī
pōtānī bhūla para kōī hasyuṁ nathī, anyanī bhūla para hasyā vinā rahyuṁ nathī
|
|