1999-09-13
1999-09-13
1999-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17187
રચી શક્યો નથી તાજમહલ તારા માટે માડી, પ્રેમમાં કોઈ કમી નથી

સ્થાપ્યું નથી સામ્રાજ્ય ભલે, હૈયાની સમ્રાજ્ઞી તારા વિના બીજું કોઈ નથી
નથી ભલે મસ્તકેથી મારા વ્હેતી ગંગા પ્રેમની, ગંગામાં નવરાવ્યા વિના રહેવાનો નથી
રચાયું ભલે એક મહાભારત, સદ્ગુણોને અવગુણોનું મહાભારત રચવું નથી
રચાયું ભલે એક રામાયણ, મારા ભાવોની સીતાનું હરણ થવા દેવું નથી
ભલે કોઈ હું પંખી નથી, ફફડાવી પ્રેમની પાંખો તારા ધામે, આવ્યા વિના રહેવાનો નથી
તારી નજર ને તારો પ્રેમ છે શસ્ત્ર મારું, બીજું શાસ્ત્ર મારે કાંઈ જાણવું નથી
દેખાઉં છું ભલે જેટલો, ઊતર્યો અંતરમાં ઊંડે, તળિયું એનું તો મળ્યું નથી
હજારો મુખેથી સાંભળું છું વાણી તારી, આવી સન્મુખ વાણી સાંભળ્યા વિના રહેવું નથી
દુઃખની કહાની દોહરાવી દોહરાવી માડી, મારે દુઃખી તને તો કરવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
racī śakyō nathī tājamahala tārā māṭē māḍī, prēmamāṁ kōī kamī nathī
sthāpyuṁ nathī sāmrājya bhalē, haiyānī samrājñī tārā vinā bījuṁ kōī nathī
nathī bhalē mastakēthī mārā vhētī gaṁgā prēmanī, gaṁgāmāṁ navarāvyā vinā rahēvānō nathī
racāyuṁ bhalē ēka mahābhārata, sadguṇōnē avaguṇōnuṁ mahābhārata racavuṁ nathī
racāyuṁ bhalē ēka rāmāyaṇa, mārā bhāvōnī sītānuṁ haraṇa thavā dēvuṁ nathī
bhalē kōī huṁ paṁkhī nathī, phaphaḍāvī prēmanī pāṁkhō tārā dhāmē, āvyā vinā rahēvānō nathī
tārī najara nē tārō prēma chē śastra māruṁ, bījuṁ śāstra mārē kāṁī jāṇavuṁ nathī
dēkhāuṁ chuṁ bhalē jēṭalō, ūtaryō aṁtaramāṁ ūṁḍē, taliyuṁ ēnuṁ tō malyuṁ nathī
hajārō mukhēthī sāṁbhaluṁ chuṁ vāṇī tārī, āvī sanmukha vāṇī sāṁbhalyā vinā rahēvuṁ nathī
duḥkhanī kahānī dōharāvī dōharāvī māḍī, mārē duḥkhī tanē tō karavī nathī
|