1999-12-01
1999-12-01
1999-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17269
નથી કોઈ કોઈનું થયું કે નથી કોઈ કોઈનું રહેવાનું
નથી કોઈ કોઈનું થયું કે નથી કોઈ કોઈનું રહેવાનું
રહ્યાં કર્મોથી સગપણ બંધાતાં, સ્વાર્થથી એ ટકવાનું કે તૂટવાનું
બદલી જીવનમાં સ્વાર્થે દિશા, સગપણ ત્યાં તો બદલાવાનું
નથી કારણ વિના કાંઈ બનતું, સ્વાર્થ કારણ તો બનવાનું
મોટી મોટી વાતો પર પણ જીવનમાં, સ્વાર્થ પાણી ફેરવવાનું
સ્વાર્થ તો છે બળ મોટું જીવનમાં, પોસાશે ના કોઈથી અવગણવાનું
બન્યા જ્યાં દીવાના એમાં, સાન ભાન બધું એ ભુલાવવાનું
પ્રગટયો પ્રેમ સ્વાર્થથી, ત્યાગ સુધી પડશે એને પહોંચાડવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નથી કોઈ કોઈનું થયું કે નથી કોઈ કોઈનું રહેવાનું
રહ્યાં કર્મોથી સગપણ બંધાતાં, સ્વાર્થથી એ ટકવાનું કે તૂટવાનું
બદલી જીવનમાં સ્વાર્થે દિશા, સગપણ ત્યાં તો બદલાવાનું
નથી કારણ વિના કાંઈ બનતું, સ્વાર્થ કારણ તો બનવાનું
મોટી મોટી વાતો પર પણ જીવનમાં, સ્વાર્થ પાણી ફેરવવાનું
સ્વાર્થ તો છે બળ મોટું જીવનમાં, પોસાશે ના કોઈથી અવગણવાનું
બન્યા જ્યાં દીવાના એમાં, સાન ભાન બધું એ ભુલાવવાનું
પ્રગટયો પ્રેમ સ્વાર્થથી, ત્યાગ સુધી પડશે એને પહોંચાડવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kōī kōīnuṁ thayuṁ kē nathī kōī kōīnuṁ rahēvānuṁ
rahyāṁ karmōthī sagapaṇa baṁdhātāṁ, svārthathī ē ṭakavānuṁ kē tūṭavānuṁ
badalī jīvanamāṁ svārthē diśā, sagapaṇa tyāṁ tō badalāvānuṁ
nathī kāraṇa vinā kāṁī banatuṁ, svārtha kāraṇa tō banavānuṁ
mōṭī mōṭī vātō para paṇa jīvanamāṁ, svārtha pāṇī phēravavānuṁ
svārtha tō chē bala mōṭuṁ jīvanamāṁ, pōsāśē nā kōīthī avagaṇavānuṁ
banyā jyāṁ dīvānā ēmāṁ, sāna bhāna badhuṁ ē bhulāvavānuṁ
pragaṭayō prēma svārthathī, tyāga sudhī paḍaśē ēnē pahōṁcāḍavuṁ
|
|