Hymn No. 8343 | Date: 07-Jan-2000
મન મનની ભીતર જ્યાં ઊતરતું ગયું, લાગ્યું મનને, એનાથી એ અજાણ્યું હતું
mana mananī bhītara jyāṁ ūtaratuṁ gayuṁ, lāgyuṁ mananē, ēnāthī ē ajāṇyuṁ hatuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-01-07
2000-01-07
2000-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17330
મન મનની ભીતર જ્યાં ઊતરતું ગયું, લાગ્યું મનને, એનાથી એ અજાણ્યું હતું
મન મનની ભીતર જ્યાં ઊતરતું ગયું, લાગ્યું મનને, એનાથી એ અજાણ્યું હતું
સમજાયું ઊતરતાં ઘણું ઘણું, મનની બલવેદી ઉપર ધર્યું હતું ઘણું ઘણું
રાત-દિવસ જેના વિના ના એ રહ્યું, શા કારણે દુશ્મન મારું એ બન્યું
પ્રેમને ઠુકરાવ્યું, શાને જીવનમાં એ તો, આમ ને આમ ફરતું ને ફરતું રહ્યું
કદી કનક પાછળ દોડયું, કદી કામિનીમાં રાચ્યું, મંઝિલ જીવનની ભુલાવતું રહ્યું
રોજનાં રૂપ રહ્યાં એનાં જુદાં, ફળ સાચું કર્યું આપવું, સમજતાં ના સમજાયું
ના થાક્યું રહ્યું થકવતું, ના જીવનમાં તોય એના વિના તો રહી શકાયું
કરી કોશિશો મેળવવવા એના પર કાબૂ, છટકતું ને છટકતું એ તો રહ્યું
ઘડીમાં શાંત, ઘડીમાં ચંચળ, પ્રકૃતિ એની એ તો બદલતું ને બદલતું રહ્યું
આવા મનની ભીતર જ્યાં એ ઊતરતું ગયું, આશ્ચર્યમાં મન એમાં તો પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana mananī bhītara jyāṁ ūtaratuṁ gayuṁ, lāgyuṁ mananē, ēnāthī ē ajāṇyuṁ hatuṁ
samajāyuṁ ūtaratāṁ ghaṇuṁ ghaṇuṁ, mananī balavēdī upara dharyuṁ hatuṁ ghaṇuṁ ghaṇuṁ
rāta-divasa jēnā vinā nā ē rahyuṁ, śā kāraṇē duśmana māruṁ ē banyuṁ
prēmanē ṭhukarāvyuṁ, śānē jīvanamāṁ ē tō, āma nē āma pharatuṁ nē pharatuṁ rahyuṁ
kadī kanaka pāchala dōḍayuṁ, kadī kāminīmāṁ rācyuṁ, maṁjhila jīvananī bhulāvatuṁ rahyuṁ
rōjanāṁ rūpa rahyāṁ ēnāṁ judāṁ, phala sācuṁ karyuṁ āpavuṁ, samajatāṁ nā samajāyuṁ
nā thākyuṁ rahyuṁ thakavatuṁ, nā jīvanamāṁ tōya ēnā vinā tō rahī śakāyuṁ
karī kōśiśō mēlavavavā ēnā para kābū, chaṭakatuṁ nē chaṭakatuṁ ē tō rahyuṁ
ghaḍīmāṁ śāṁta, ghaḍīmāṁ caṁcala, prakr̥ti ēnī ē tō badalatuṁ nē badalatuṁ rahyuṁ
āvā mananī bhītara jyāṁ ē ūtaratuṁ gayuṁ, āścaryamāṁ mana ēmāṁ tō paḍayuṁ
|