2000-01-08
2000-01-08
2000-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17332
લથડાવી દીધો, મને મારા ભાગ્ય સાથે તો જીવનમાં
લથડાવી દીધો, મને મારા ભાગ્ય સાથે તો જીવનમાં
શું કાંઈ ચૂક્યો હું જીવનમાં, કે ચૂક્યો મારો સર્જનહાર
પ્રેમતણાં આંગણિયાં રે મારાં, પડયાં સૂનાં રે જીવનમાં
રહ્યો ના રાજી, મારા અહંતણા ઓડકારમાં મારો પાલનહાર
શ્વાસે શ્વાસે તો ઊઠે જીવનમાં, સ્વાર્થના તો રણકાર
તણાઈ ગયો જીવનમાં, મેળવી પ્રભુના અધૂરા અણસાર
કરી પીછેહઠ જીવનમાં, મળ્યો જીવનમાં તો જ્યાં લલકાર
સમજ્યો ના સાચું જીવનમાં, સમજી ગયો એ તો સર્જનહાર
રડતાં હસતાં ગયું વીતતું જીવન, રોકાયું ના એ ક્ષણભાર
સુકાઈ ગયો પ્રેમ કેમ હૈયામાંથી, હતા સાથે પ્રેમના અવતાર
છે સાથે કે દૂર જાણું ના કાંઈ, છે એક જ એ એનો જાણકાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lathaḍāvī dīdhō, manē mārā bhāgya sāthē tō jīvanamāṁ
śuṁ kāṁī cūkyō huṁ jīvanamāṁ, kē cūkyō mārō sarjanahāra
prēmataṇāṁ āṁgaṇiyāṁ rē mārāṁ, paḍayāṁ sūnāṁ rē jīvanamāṁ
rahyō nā rājī, mārā ahaṁtaṇā ōḍakāramāṁ mārō pālanahāra
śvāsē śvāsē tō ūṭhē jīvanamāṁ, svārthanā tō raṇakāra
taṇāī gayō jīvanamāṁ, mēlavī prabhunā adhūrā aṇasāra
karī pīchēhaṭha jīvanamāṁ, malyō jīvanamāṁ tō jyāṁ lalakāra
samajyō nā sācuṁ jīvanamāṁ, samajī gayō ē tō sarjanahāra
raḍatāṁ hasatāṁ gayuṁ vītatuṁ jīvana, rōkāyuṁ nā ē kṣaṇabhāra
sukāī gayō prēma kēma haiyāmāṁthī, hatā sāthē prēmanā avatāra
chē sāthē kē dūra jāṇuṁ nā kāṁī, chē ēka ja ē ēnō jāṇakāra
|
|