Hymn No. 8460 | Date: 10-Mar-2000
તું દૂર છે કે પાસે, ના જાણીયે માડી, બનજે અમારી, તારો બનીને રહેવા દે
tuṁ dūra chē kē pāsē, nā jāṇīyē māḍī, banajē amārī, tārō banīnē rahēvā dē
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
2000-03-10
2000-03-10
2000-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17447
તું દૂર છે કે પાસે, ના જાણીયે માડી, બનજે અમારી, તારો બનીને રહેવા દે
તું દૂર છે કે પાસે, ના જાણીયે માડી, બનજે અમારી, તારો બનીને રહેવા દે
વિશ્વવ્યાપી વિશ્વવિખ્યાત છે તું માડી, અણુએ અણુમાં દર્શન તારાં કરવા દે
જગની સૃષ્ટા, જગનિયંતા છે તું માડી, તારી શક્તિનું તો પાન કરવા દે
નિત્ય ગુણગાન ગાવા તારાં રે માડી, મન મૂકીને ગુણગાન તારાં તો ગાવા દે
હૈયામાં વસેલા અસૂરોનો નાશ કરી માડી, તારી જીતનું ભાન અમને થાવા દે
હર હાલમાં ખુશ રહીએ રે માડી, તારી ખુશીમાં ખુશ અમને રહેવા દે
ખુલ્લી ને બંધ નજરથી કરીએ દર્શન તારાં, એવાં દર્શન અમને થાવા દે
નડીએ ના જીવનમાં અમે કોઈને, ના અમારા અહંને અમને નડવા દે
આવે ના આળસ કદી હૈયામાં અમારા, ભક્તિમાં સદા જાગૃત રહેવા દે
આઠે પ્રહર હૈયામાં રે માડી, તારી શક્તિનો સંચાર અમારામાં થાવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ dūra chē kē pāsē, nā jāṇīyē māḍī, banajē amārī, tārō banīnē rahēvā dē
viśvavyāpī viśvavikhyāta chē tuṁ māḍī, aṇuē aṇumāṁ darśana tārāṁ karavā dē
jaganī sr̥ṣṭā, jaganiyaṁtā chē tuṁ māḍī, tārī śaktinuṁ tō pāna karavā dē
nitya guṇagāna gāvā tārāṁ rē māḍī, mana mūkīnē guṇagāna tārāṁ tō gāvā dē
haiyāmāṁ vasēlā asūrōnō nāśa karī māḍī, tārī jītanuṁ bhāna amanē thāvā dē
hara hālamāṁ khuśa rahīē rē māḍī, tārī khuśīmāṁ khuśa amanē rahēvā dē
khullī nē baṁdha najarathī karīē darśana tārāṁ, ēvāṁ darśana amanē thāvā dē
naḍīē nā jīvanamāṁ amē kōīnē, nā amārā ahaṁnē amanē naḍavā dē
āvē nā ālasa kadī haiyāmāṁ amārā, bhaktimāṁ sadā jāgr̥ta rahēvā dē
āṭhē prahara haiyāmāṁ rē māḍī, tārī śaktinō saṁcāra amārāmāṁ thāvā dē
|