Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7507 | Date: 04-Aug-1998
રચી જગમાં પળ પ્રભુ તમે તો સરખી, બનાવી માનવે પળોને હળવી કે ગંભીર
Racī jagamāṁ pala prabhu tamē tō sarakhī, banāvī mānavē palōnē halavī kē gaṁbhīra

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 7507 | Date: 04-Aug-1998

રચી જગમાં પળ પ્રભુ તમે તો સરખી, બનાવી માનવે પળોને હળવી કે ગંભીર

  No Audio

racī jagamāṁ pala prabhu tamē tō sarakhī, banāvī mānavē palōnē halavī kē gaṁbhīra

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1998-08-04 1998-08-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17494 રચી જગમાં પળ પ્રભુ તમે તો સરખી, બનાવી માનવે પળોને હળવી કે ગંભીર રચી જગમાં પળ પ્રભુ તમે તો સરખી, બનાવી માનવે પળોને હળવી કે ગંભીર

રાખ્યો ના ભેદ જગમાં એમાં એણે, હોય ભલે એ રાય રંક કે અમીર

લઈ લઈ પળો આવ્યા સહુ જગમાં, હોય ભલે એ કાયર કે શૂરવીર

પળો બધી ગઈ સમાઈ સમયમાં, આવ્યો ના કોઈના હાથમાં એ એકલવીર

કર્યો ઉપયોગ સહુએ સહુની રીતે જગમાં, શું પાપી, પુણ્યશાળી કે કર્મવીર

કરી ઉપયોગ પળોનો, રચ્યા ઇતિહાસ માનવોએ, રહી ગયા યાદ દાનવીર

કંઈક પળોના પળોજણમાં ગયા મૂરઝાઈ, જાગ્યું કંઈકનું એમાં તો ખમીર

બન્યા હતા માનવી બુંદેબુંદ સમયના, સમાઈ ગયા, વહ્યો સમયનો સમીર

યુગો વીત્યા, ભલે વીતશે યુગો, રહી જાશે યાદ કૃષ્ણ ને મહાવીર
View Original Increase Font Decrease Font

રચી જગમાં પળ પ્રભુ તમે તો સરખી, બનાવી માનવે પળોને હળવી કે ગંભીર

રાખ્યો ના ભેદ જગમાં એમાં એણે, હોય ભલે એ રાય રંક કે અમીર

લઈ લઈ પળો આવ્યા સહુ જગમાં, હોય ભલે એ કાયર કે શૂરવીર

પળો બધી ગઈ સમાઈ સમયમાં, આવ્યો ના કોઈના હાથમાં એ એકલવીર

કર્યો ઉપયોગ સહુએ સહુની રીતે જગમાં, શું પાપી, પુણ્યશાળી કે કર્મવીર

કરી ઉપયોગ પળોનો, રચ્યા ઇતિહાસ માનવોએ, રહી ગયા યાદ દાનવીર

કંઈક પળોના પળોજણમાં ગયા મૂરઝાઈ, જાગ્યું કંઈકનું એમાં તો ખમીર

બન્યા હતા માનવી બુંદેબુંદ સમયના, સમાઈ ગયા, વહ્યો સમયનો સમીર

યુગો વીત્યા, ભલે વીતશે યુગો, રહી જાશે યાદ કૃષ્ણ ને મહાવીર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racī jagamāṁ pala prabhu tamē tō sarakhī, banāvī mānavē palōnē halavī kē gaṁbhīra

rākhyō nā bhēda jagamāṁ ēmāṁ ēṇē, hōya bhalē ē rāya raṁka kē amīra

laī laī palō āvyā sahu jagamāṁ, hōya bhalē ē kāyara kē śūravīra

palō badhī gaī samāī samayamāṁ, āvyō nā kōīnā hāthamāṁ ē ēkalavīra

karyō upayōga sahuē sahunī rītē jagamāṁ, śuṁ pāpī, puṇyaśālī kē karmavīra

karī upayōga palōnō, racyā itihāsa mānavōē, rahī gayā yāda dānavīra

kaṁīka palōnā palōjaṇamāṁ gayā mūrajhāī, jāgyuṁ kaṁīkanuṁ ēmāṁ tō khamīra

banyā hatā mānavī buṁdēbuṁda samayanā, samāī gayā, vahyō samayanō samīra

yugō vītyā, bhalē vītaśē yugō, rahī jāśē yāda kr̥ṣṇa nē mahāvīra
Scan Image

Gujarati Bhajan no. 7507 by Satguru Devendra Ghia - Kaka
First...750475057506...Last