1998-08-10
1998-08-10
1998-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17511
પહેલાં શ્વાસથી, થાય છે જગમાં, હશે માનવની શરૂ તો જીવનયાત્રા

છેલ્લા શ્વાસે થાય એ યાત્રા પૂરી, થાય છે શરૂ એની સ્મશાન યાત્રા
ના ચાલ્યો એ જગમાં આવતા, ચાલશે ના જાતા છે એની જીવન યાત્રા
આ બે યાત્રાઓ વચ્ચે રહ્યો છે એ, કરતો ને કરતો અનેક યાત્રા
માનતો ને ગણતો રહ્યો તીર્થધામ જીવનમાં, કરી એની એણે તીર્થયાત્રા
કરી ભાવનાઓની યાત્રા દિલથી શરૂ, કરી દિલમાં પૂરી એ યાત્રા
કરી વિચારોની યાત્રા મનથી તો શરૂ, થઈ પૂરી મનમાં વિચારોની યાત્રા
કરી કર્મોની યાત્રા શરૂ તો જીવનમાં, જીવનમાં પડશે કરવી પૂરી કર્મોની યાત્રા
એક ચિત્ત બની, બેઠો જ્યાં પ્રભુના ધ્યાનમાં, થઈ શરૂ એની ધ્યાન યાત્રા
અંતરમાં જ્યાં ઊંડે ઊતરતો ગયો, થઈ શરૂ ત્યાં એની તે અંતરયાત્રા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pahēlāṁ śvāsathī, thāya chē jagamāṁ, haśē mānavanī śarū tō jīvanayātrā
chēllā śvāsē thāya ē yātrā pūrī, thāya chē śarū ēnī smaśāna yātrā
nā cālyō ē jagamāṁ āvatā, cālaśē nā jātā chē ēnī jīvana yātrā
ā bē yātrāō vaccē rahyō chē ē, karatō nē karatō anēka yātrā
mānatō nē gaṇatō rahyō tīrthadhāma jīvanamāṁ, karī ēnī ēṇē tīrthayātrā
karī bhāvanāōnī yātrā dilathī śarū, karī dilamāṁ pūrī ē yātrā
karī vicārōnī yātrā manathī tō śarū, thaī pūrī manamāṁ vicārōnī yātrā
karī karmōnī yātrā śarū tō jīvanamāṁ, jīvanamāṁ paḍaśē karavī pūrī karmōnī yātrā
ēka citta banī, bēṭhō jyāṁ prabhunā dhyānamāṁ, thaī śarū ēnī dhyāna yātrā
aṁtaramāṁ jyāṁ ūṁḍē ūtaratō gayō, thaī śarū tyāṁ ēnī tē aṁtarayātrā
|