1998-08-13
1998-08-13
1998-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17513
નાની મોટી મારી ભૂલો જગમાં પરાકાષ્ટાએ જ્યાં પહોંચી
નાની મોટી મારી ભૂલો જગમાં પરાકાષ્ટાએ જ્યાં પહોંચી
નાની અમથી ભૂલને મારી, દીધી શાને એને શૂળીએ ચડાવી
પરંપરા ભૂલોની રહી સર્જાતી, હૈયાંની ધરતીને ગઈ એ ધ્રુજાવી
લખેલું ના જો તું દઈ શકે, શાને ઉત્પાત આટલો દીધો મચાવી
જગાવી આશાઓ તો જીવનમાં, સમસ્યા શાને દીધી એને બનાવી
ખેલ ખેલી આશાઓ સાથે, જગમાં શાને દીધી એને નવરાવી
કર્મોએ ખેલ ખેલ્યા જગમાં, ભાગ્યે રમત જીવનમાં માંડી
પ્રભુ જગમાં તું તો એક જ છે, જે મને આમાંથી દઈ શકે બચાવી
ભૂલો ને ભૂલો ભરેલી, રહ્યો છું જગમાં જિંદગી એવી જીવી
કર કૃપા હવે પ્રભુ એવી, શકું જગમાં ભૂલો મારી તો સુધારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānī mōṭī mārī bhūlō jagamāṁ parākāṣṭāē jyāṁ pahōṁcī
nānī amathī bhūlanē mārī, dīdhī śānē ēnē śūlīē caḍāvī
paraṁparā bhūlōnī rahī sarjātī, haiyāṁnī dharatīnē gaī ē dhrujāvī
lakhēluṁ nā jō tuṁ daī śakē, śānē utpāta āṭalō dīdhō macāvī
jagāvī āśāō tō jīvanamāṁ, samasyā śānē dīdhī ēnē banāvī
khēla khēlī āśāō sāthē, jagamāṁ śānē dīdhī ēnē navarāvī
karmōē khēla khēlyā jagamāṁ, bhāgyē ramata jīvanamāṁ māṁḍī
prabhu jagamāṁ tuṁ tō ēka ja chē, jē manē āmāṁthī daī śakē bacāvī
bhūlō nē bhūlō bharēlī, rahyō chuṁ jagamāṁ jiṁdagī ēvī jīvī
kara kr̥pā havē prabhu ēvī, śakuṁ jagamāṁ bhūlō mārī tō sudhārī
|
|