|
View Original |
|
ભક્તિનો અણમોલ ખજાનો જીવનમાં તો જો મળી જાય
ભાગ્ય એનું તો, ભાગ્ય એનું તો જગમાં ખૂલી જાય
હૈયાંની શાંતિનો અણમોલ ખજાનો, જીવનમાં તો જો મળી જાય
ભક્તિનો અણમોલ ખજાનો, જીવનમાં તો જો મળી જાય
પ્રભુ કૃપા, સંત કૃપાનો અણમોલ ખજાનો જીવનમાં જો મળી જાય
પ્રભુ ધ્યાનનો અણમોલ ખજાનો જીવનમાં તો જો મળી જાય
પ્રભુ પ્રેમનો અણમોલ ખજાનો જીવનમાં તો જો મળી જાય
પ્રભુની શક્તિનો અણમોલ ખજાનો જીવનમાં તો જો મળી જાય
હૈયાંને સરળતાનો અણમોલ ખજાનો જીવનમાં જો મળી જાય
શુદ્ધ સંકલ્પનો અણમોલ ખજાનો જીવનમાં જો મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)