Hymn No. 7639 | Date: 15-Oct-1998
જેવું છે ભલે એ તો એવું છે, મારે મન તો એ સોનાનું છે
jēvuṁ chē bhalē ē tō ēvuṁ chē, mārē mana tō ē sōnānuṁ chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-10-15
1998-10-15
1998-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17626
જેવું છે ભલે એ તો એવું છે, મારે મન તો એ સોનાનું છે
જેવું છે ભલે એ તો એવું છે, મારે મન તો એ સોનાનું છે
કામનું કે ભલે નકામુ છે, પ્રભુની યાદનુ તો એ ઝરણું છે
સુખ સમૃદ્ધિમાં શોભે ના શોભે પ્રભુએ તો એ આપ્યું છે
પળેપળના પલકારામાં પણ, ભાવ સાથે એ સંકળાયેલું છે
દુઃખદર્દથી ના દૂર એને રાખ્યું છે, એમાં એનો દિલાસો છે
સાચું કે ખોટું ના જાણું છું, સાચું તોયે એને માનું છું
જીવનની દરિદ્રતાની પળોમાં પણ પ્રેમનું તો એ લહાણું છે
જીવનના કાર્યમાં થાક લાગે જ્યાં, આરામનું તો એ બહાનું છે
હર અવસ્થામાં ને હર વાતમાં, સાથ તો એ દેનારું છે
જીવનનું મારું સોણલું, જીવનમાં તો મને ઘણું વ્હાલું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēvuṁ chē bhalē ē tō ēvuṁ chē, mārē mana tō ē sōnānuṁ chē
kāmanuṁ kē bhalē nakāmu chē, prabhunī yādanu tō ē jharaṇuṁ chē
sukha samr̥ddhimāṁ śōbhē nā śōbhē prabhuē tō ē āpyuṁ chē
palēpalanā palakārāmāṁ paṇa, bhāva sāthē ē saṁkalāyēluṁ chē
duḥkhadardathī nā dūra ēnē rākhyuṁ chē, ēmāṁ ēnō dilāsō chē
sācuṁ kē khōṭuṁ nā jāṇuṁ chuṁ, sācuṁ tōyē ēnē mānuṁ chuṁ
jīvananī daridratānī palōmāṁ paṇa prēmanuṁ tō ē lahāṇuṁ chē
jīvananā kāryamāṁ thāka lāgē jyāṁ, ārāmanuṁ tō ē bahānuṁ chē
hara avasthāmāṁ nē hara vātamāṁ, sātha tō ē dēnāruṁ chē
jīvananuṁ māruṁ sōṇaluṁ, jīvanamāṁ tō manē ghaṇuṁ vhāluṁ chē
|
|