|
View Original |
|
જીવનમાં તો કેટકેટલી નોબતો તો વાગે છે
સૂતેલો માનવી ના કેમ એમાં તો જાગે છે
હરેક ઇચ્છાના તરંગો, ઘન બનીને જીવનમાં વાગે છે
હરેક સવાલો રણશિંગા ફૂંકીને સામેને સામે આવે છે
નાના મોટા પ્યાર સૂરાવલીની બંસરી એની વગાડે છે
હર નજર સામે, સંજોગો તો નર્તન કરતા તો સામે આવે છે
સપનાની મીઠી બંસરી સાંભળવામાં ભાન બધું ભૂલી જાય છે
કાંટા કંકર ફૂલ ચૂંટવામાં, માનવ એવો ગૂંથાયેલો રહે છે
પોતાના જગમાં મસ્ત રહી, સાથ પ્રભુનો તો એ અવગણે છે
પરમ તેજની શોધમાં નીકળેલો માનવ, તેજથી કેમ ભાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)