1998-12-17
1998-12-17
1998-12-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17737
રસ્તાના અમે માહેર નથી, રસ્તા અમે તો ભૂલ્યા નથી
રસ્તાના અમે માહેર નથી, રસ્તા અમે તો ભૂલ્યા નથી
કેડીઓ તો જડતી નથી, જીવનમાં કેડીઓ કંડાર્યા વિના રહેવાના નથી
દિલે દિલાવરી વીસર્યા નથી, સામ્રાજ્ય દિલના એના વિના સ્થપાયા નથી
દિલે મહોબત વીસર્યા નથી, મહોબત વિના દિલને તો રાખ્યું નથી
પ્રભુને તો જીવનમાં મળ્યા નથી, અંદાજ પ્રભુનો તો ચૂક્યા નથી
મોતનો ભલે જીવનમાં ડર નથી, પ્રેમથી એને આવકારી શક્યા નથી
સૂર્યના તાપ સહી શક્યા નથી, સૂર્ય વિના પણ જીવી શક્યા નથી
રસ્તે રસ્તે ભલે રોકાયા નથી, સમયસર તો એ અમે પહોંચ્યા નથી
ભરોસો અમે તો ભલે ખોયો નથી, ભરોસો મજબૂત તોયે કરી શક્યા નથી
કરીએ છીએ જગમાં જીવનને અમારું, જગમાં જીવન તો અમારા હાથમાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rastānā amē māhēra nathī, rastā amē tō bhūlyā nathī
kēḍīō tō jaḍatī nathī, jīvanamāṁ kēḍīō kaṁḍāryā vinā rahēvānā nathī
dilē dilāvarī vīsaryā nathī, sāmrājya dilanā ēnā vinā sthapāyā nathī
dilē mahōbata vīsaryā nathī, mahōbata vinā dilanē tō rākhyuṁ nathī
prabhunē tō jīvanamāṁ malyā nathī, aṁdāja prabhunō tō cūkyā nathī
mōtanō bhalē jīvanamāṁ ḍara nathī, prēmathī ēnē āvakārī śakyā nathī
sūryanā tāpa sahī śakyā nathī, sūrya vinā paṇa jīvī śakyā nathī
rastē rastē bhalē rōkāyā nathī, samayasara tō ē amē pahōṁcyā nathī
bharōsō amē tō bhalē khōyō nathī, bharōsō majabūta tōyē karī śakyā nathī
karīē chīē jagamāṁ jīvananē amāruṁ, jagamāṁ jīvana tō amārā hāthamāṁ nathī
|
|