1999-01-02
1999-01-02
1999-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17768
એ નજરને નજર ક્યાંથી ગણવી, જે નજરમાં તો પ્યાર નથી

એ દિલને દિલ તો ક્યાંથી ગણવું, જે દિલમાં તો પ્યાર નથી
એ રાહને તો રાહ ક્યાંથી ગણવી, જે રાહ મંઝિલે પહોંચાડતી નથી
એ મનને મન તો ક્યાંથી કહેવું, જે મનમાં કોઈ વિચાર નથી
એ જીવનને જીવન તો ક્યાંથી કહેવું, જે જીવનમાં કોઈ ગરિમા નથી
એ વાતને વાત તો ક્યાંથી કહેવી, જે વાતમાં કોઈ મુદ્દો નથી
એ પ્રીતને પ્રીત તો ક્યાંથી કહેવી, જે અપેક્ષા વિના બીજું કાંઈ નથી
એ ધર્મને ધર્મ તો ક્યાંથી કહેવો, જે જીવનને સુંદર બનાવતું નથી
એ શ્વાસને શ્વાસ તો ક્યાંથી કહેવો, જે શ્વાસ પ્રાણ પૂરી શક્તો નથી
એ સુખને શાશ્વત તો ક્યાંથી કહેવું, જે સુખ આધાર વિનાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē najaranē najara kyāṁthī gaṇavī, jē najaramāṁ tō pyāra nathī
ē dilanē dila tō kyāṁthī gaṇavuṁ, jē dilamāṁ tō pyāra nathī
ē rāhanē tō rāha kyāṁthī gaṇavī, jē rāha maṁjhilē pahōṁcāḍatī nathī
ē mananē mana tō kyāṁthī kahēvuṁ, jē manamāṁ kōī vicāra nathī
ē jīvananē jīvana tō kyāṁthī kahēvuṁ, jē jīvanamāṁ kōī garimā nathī
ē vātanē vāta tō kyāṁthī kahēvī, jē vātamāṁ kōī muddō nathī
ē prītanē prīta tō kyāṁthī kahēvī, jē apēkṣā vinā bījuṁ kāṁī nathī
ē dharmanē dharma tō kyāṁthī kahēvō, jē jīvananē suṁdara banāvatuṁ nathī
ē śvāsanē śvāsa tō kyāṁthī kahēvō, jē śvāsa prāṇa pūrī śaktō nathī
ē sukhanē śāśvata tō kyāṁthī kahēvuṁ, jē sukha ādhāra vinānuṁ nathī
|
|