1999-02-16
1999-02-16
1999-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17857
ભર્યા ભર્યા આ જગમાં તો, કોઈ વાતની તો કમી નથી
ભર્યા ભર્યા આ જગમાં તો, કોઈ વાતની તો કમી નથી
તારા હૈયાંમાં તો શાને, કમી કોઈ વાતની તો જાગી ગઈ
શાંત ચિત્તે કરશો વિચાર, સમજાશે કર્મમાં તો કમી આવી ગઈ
ભાગ્ય ઘડાયું કર્મથી, ભાગ્ય જીવનમાં તો ધમાલ મચાવી ગયું
વૃત્તિઓ, ભાવોને સ્વભાવના નર્તનમાં સમતુલા જળવાઈ નહીં
વધતી ગઈ ઇચ્છાઓ ને અપેક્ષાઓ, કમી વર્તાયા વિના રહી નહીં
આ ધાંધલ ધમાલનું ભોગ બન્યું હૈયું, તેજ હણાયા વિના રહ્યું નહીં
મન જકડાયું જ્યાં કમીમાં, આનંદનો ભોગ લીધા વિના રહ્યું નહીં
સ્થિરતા તૂટી એમાં જીવનમાં, પ્રભુમાં ચિત્ત ત્યાં ચોટયું નહીં
કરી કમીની બાદબાકી જીવનમાં, મન સ્થિર થયા વિના રહ્યું નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharyā bharyā ā jagamāṁ tō, kōī vātanī tō kamī nathī
tārā haiyāṁmāṁ tō śānē, kamī kōī vātanī tō jāgī gaī
śāṁta cittē karaśō vicāra, samajāśē karmamāṁ tō kamī āvī gaī
bhāgya ghaḍāyuṁ karmathī, bhāgya jīvanamāṁ tō dhamāla macāvī gayuṁ
vr̥ttiō, bhāvōnē svabhāvanā nartanamāṁ samatulā jalavāī nahīṁ
vadhatī gaī icchāō nē apēkṣāō, kamī vartāyā vinā rahī nahīṁ
ā dhāṁdhala dhamālanuṁ bhōga banyuṁ haiyuṁ, tēja haṇāyā vinā rahyuṁ nahīṁ
mana jakaḍāyuṁ jyāṁ kamīmāṁ, ānaṁdanō bhōga līdhā vinā rahyuṁ nahīṁ
sthiratā tūṭī ēmāṁ jīvanamāṁ, prabhumāṁ citta tyāṁ cōṭayuṁ nahīṁ
karī kamīnī bādabākī jīvanamāṁ, mana sthira thayā vinā rahyuṁ nahīṁ
|
|