Hymn No. 4518 | Date: 28-Jan-1993
થયું એવું તો શું, કર્યું એવું શું પ્રભુએ, પ્રભુ તારા નથી, એવું તને તો લાગ્યું
thayuṁ ēvuṁ tō śuṁ, karyuṁ ēvuṁ śuṁ prabhuē, prabhu tārā nathī, ēvuṁ tanē tō lāgyuṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1993-01-28
1993-01-28
1993-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18
થયું એવું તો શું, કર્યું એવું શું પ્રભુએ, પ્રભુ તારા નથી, એવું તને તો લાગ્યું
થયું એવું તો શું, કર્યું એવું શું પ્રભુએ, પ્રભુ તારા નથી, એવું તને તો લાગ્યું
રહ્યાં છે કરતા ને કરતા રક્ષા, કરી એણે રક્ષા તારી, તોયે કેમ તેં આવું વિચાર્યું
માફ કર્યો તને કંઈકવાર, અટક્યો ના કરતા તું ભૂલો, કેમ તને ના એ સમજાયું
સરજતો રહ્યો ઇચ્છાઓની તું તો લંગાર, થઈ ના પૂરી તો બધી, એમાં તો શું થયું
થયા ના સહન તારા કર્મ ને ભાગ્યના તો ઘા, પ્રભુને ગુનેગાર શાને તેં ગણી લીધું
ભરી ના શક્યો તારી પૂજા ને પ્રાર્થનામાં પૂરા ભાવો, ગૂનેગાર પ્રભુને તેં શાને ગણી લીધા
કર્યા ઉપકાર પ્રભુએ કંઈક તારા ઉપર, પળવારમાં શાને આ બધું તેં વિસારી દીધું
ભૂલ્યા નથી કે ભૂલશે તો પ્રભુ, સહુએ કર્મનું ફળ જીવનમાં પડે તો ભોગવવું
કરતા વિચારો તો ખોટા જીવનમાં, એકવાર પણ કેમ તેં તારા કૃત્યો તરફ ના જોયું
ખોટું છે એ તો છે ખોટું, મળશે ફળ એનું તો એવું, શાને આ તો વીસરાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ ēvuṁ tō śuṁ, karyuṁ ēvuṁ śuṁ prabhuē, prabhu tārā nathī, ēvuṁ tanē tō lāgyuṁ
rahyāṁ chē karatā nē karatā rakṣā, karī ēṇē rakṣā tārī, tōyē kēma tēṁ āvuṁ vicāryuṁ
māpha karyō tanē kaṁīkavāra, aṭakyō nā karatā tuṁ bhūlō, kēma tanē nā ē samajāyuṁ
sarajatō rahyō icchāōnī tuṁ tō laṁgāra, thaī nā pūrī tō badhī, ēmāṁ tō śuṁ thayuṁ
thayā nā sahana tārā karma nē bhāgyanā tō ghā, prabhunē gunēgāra śānē tēṁ gaṇī līdhuṁ
bharī nā śakyō tārī pūjā nē prārthanāmāṁ pūrā bhāvō, gūnēgāra prabhunē tēṁ śānē gaṇī līdhā
karyā upakāra prabhuē kaṁīka tārā upara, palavāramāṁ śānē ā badhuṁ tēṁ visārī dīdhuṁ
bhūlyā nathī kē bhūlaśē tō prabhu, sahuē karmanuṁ phala jīvanamāṁ paḍē tō bhōgavavuṁ
karatā vicārō tō khōṭā jīvanamāṁ, ēkavāra paṇa kēma tēṁ tārā kr̥tyō tarapha nā jōyuṁ
khōṭuṁ chē ē tō chē khōṭuṁ, malaśē phala ēnuṁ tō ēvuṁ, śānē ā tō vīsarāyuṁ
|