1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18268
લક્ષ્યને લક્ષ્યમાંથી ના જાવા દે, યત્નો અધૂરા ના રહેવા દે

બાંધવો છે પ્રેમ સંબંધ એનાથી, ના બીજા સંબંધોને મહત્વ દે
છલકાય પ્રેમ એની યાદોથી, હૈયાને ખોટી યાદોમાં ના તણાવા દે
સમાવી દે હૈયામાં એને એવા, દે બાંધી, ના એમાંથી છટકવા દે
વિંધવું છે જ્યાં એક જ લક્ષ્ય, અન્ય લક્ષ્ય ને લક્ષ્યમાં ના રહેવા દે
બુદ્ધિ ભાવ ને વિચારને કરી એકાગ્ર, લક્ષ્ય વિંધવા તૈયાર રહેવા દે
યત્નોને રાખી એ જ દિશામાં, તીરની જેમ એને જાવા દે
લઈ તીર વિશ્વાસનું, ભરી વિશ્વાસ નજરમાં, વિશ્વાસથી છોડવા દે
વિંધ્યા છે લક્ષ્ય, એકચિત્ત થયા એણે, થઈ એકચિત્ત લક્ષ્ય વીંધી દે
જુદા જુદા લક્ષ્યના જુદા જુદા રસ્તા, રસ્તા લક્ષ્યમાં રહેવા દે
https://www.youtube.com/watch?v=57JFZFo9emY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લક્ષ્યને લક્ષ્યમાંથી ના જાવા દે, યત્નો અધૂરા ના રહેવા દે
બાંધવો છે પ્રેમ સંબંધ એનાથી, ના બીજા સંબંધોને મહત્વ દે
છલકાય પ્રેમ એની યાદોથી, હૈયાને ખોટી યાદોમાં ના તણાવા દે
સમાવી દે હૈયામાં એને એવા, દે બાંધી, ના એમાંથી છટકવા દે
વિંધવું છે જ્યાં એક જ લક્ષ્ય, અન્ય લક્ષ્ય ને લક્ષ્યમાં ના રહેવા દે
બુદ્ધિ ભાવ ને વિચારને કરી એકાગ્ર, લક્ષ્ય વિંધવા તૈયાર રહેવા દે
યત્નોને રાખી એ જ દિશામાં, તીરની જેમ એને જાવા દે
લઈ તીર વિશ્વાસનું, ભરી વિશ્વાસ નજરમાં, વિશ્વાસથી છોડવા દે
વિંધ્યા છે લક્ષ્ય, એકચિત્ત થયા એણે, થઈ એકચિત્ત લક્ષ્ય વીંધી દે
જુદા જુદા લક્ષ્યના જુદા જુદા રસ્તા, રસ્તા લક્ષ્યમાં રહેવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lakṣyanē lakṣyamāṁthī nā jāvā dē, yatnō adhūrā nā rahēvā dē
bāṁdhavō chē prēma saṁbaṁdha ēnāthī, nā bījā saṁbaṁdhōnē mahatva dē
chalakāya prēma ēnī yādōthī, haiyānē khōṭī yādōmāṁ nā taṇāvā dē
samāvī dē haiyāmāṁ ēnē ēvā, dē bāṁdhī, nā ēmāṁthī chaṭakavā dē
viṁdhavuṁ chē jyāṁ ēka ja lakṣya, anya lakṣya nē lakṣyamāṁ nā rahēvā dē
buddhi bhāva nē vicāranē karī ēkāgra, lakṣya viṁdhavā taiyāra rahēvā dē
yatnōnē rākhī ē ja diśāmāṁ, tīranī jēma ēnē jāvā dē
laī tīra viśvāsanuṁ, bharī viśvāsa najaramāṁ, viśvāsathī chōḍavā dē
viṁdhyā chē lakṣya, ēkacitta thayā ēṇē, thaī ēkacitta lakṣya vīṁdhī dē
judā judā lakṣyanā judā judā rastā, rastā lakṣyamāṁ rahēvā dē
|