|
View Original |
|
હસ્તી ખુદની ખુદની ખુદની મસ્તીમાં મસ્ત બની ગયો
અચરજમાં પડયો, શું નો શું બની ગયો
તરતો હતો નાની તલાવડીમાં, મોજનો સાગર એ બની ગયો
જકડાયો હતો જે કારાવાસમાં, તોડી એને મુક્તિનો યાત્રી બની ગયો
એક એક બંધન ગયા તૂટતા, શ્વાસ મુક્તિના લેતોને લેતો ગયો
છવાયેલું હતું નજરમાં ધૂમ્મસ, હટતા તેજનો પૂંજ બની ગયો
રોકી રહ્યો હતો સ્વાર્થ, છૂટતા કરુણાનો ધોધ વહી ગયો
અદૂભૂત અનુભવોના રચાઈ પરંપરા, અદ્ભુત અનુભવો ર્સજતો ગયો
કહી કે ના બોલી શક્યો કહેવાના ભાનમાં ના રહ્યો
પ્રગટેલો દિલ પ્રેમનું બુંદ, વિસ્તરી પ્રેમનો દરિયો બની ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)