|
View Original |
|
કોઈ પાપના પોટલે ભલે મળી તકલીફ આ જીવનમાં
કોઈક પુણ્યબિંદુના પ્રતાપે દેજે હૈયાની હળવાશ હૈયામાં
હોય ભલે કોઈક પાપે અસ્થિરતા તો મારા મનમાં
રખાવજે દિલમાં ભાવોની સ્થિરતા, કોઈક પુણ્યે દિલમાં
સકળ જગની ઓ જગજનની છે મારી દિલભરી પ્રાર્થના
મનના ઉચાટ ને મનના વંટોળિયા સર્જાયા ભલે પાપના પ્રતાપે
સમાવી દેજે એને જીવનમાં, કોઈ પુણ્યના બિંદુના પ્રભાવે
હાથ ભલે હેઠા પડયા સફળતાના કોઈ પાપના પ્રકાશે
હેમખેમ રાખજે જીવનમાં મને તો કોઈ છુપા પુણ્યના બળે
સકળ જગની જગજનની, છે તને મારા દિલની મારી પ્રાર્થના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)