|
View Original |
|
સુખદુઃખના અનુભવ પણ ના સમજ્યા જીવનમાં
ચક્કર તમારાં હજી બાકી છે, ચક્કર તમારાં હજી બાકી છે
પ્રભુપ્રેમમાં જીવનમાં ના ભીંજાયા જો હૈયા તમારાં
દીધી આંખો વિશ્વને હૈયામાં સમાવવા, ના સમાવી શક્યા
દીધી વાણી મીઠા બોલ બોલવા, નામ પ્રભુનું મીઠું ના બોલી શક્યા
બે આંખોથી દૃશ્યોને એક કર્યાં હૈયાને હૈયાથી ના જોડી શક્યા
મિટાવ્યા ના હૈયેથી ભેદભાવ, આવી ના નિર્મળતા હૈયામાં
સત્યને નામે સૂગ ચડે, અસત્ય પાછળ કરી દોડાદોડી
દિલને અસંતોષમાં જલતું રાખ્યું, પીધાં ના સંતોષનાં પાણી
ત્યજ્યો ના જીવનમાં માર્ગ ખોટો, મળી ના હૈયાને શાંતિ
લાગ્યા માયાના ડુંગર રળિયામણા, કરી એની પાછળ દોડાદોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)