|
View Original |
|
સૂરજ ઊગ્યો ને કળીઓ ખીલી, કોણ તાપ ઝીલવાની શક્તિ દઈ જાય છે
ચંદ્રની શીતળ છાયામાં લપાઈ છૂપાઈ હતી, કોણ એને ખીલવી જાય છે
ચંદ્રકિરણોએ દીધી તાકાત ઝાડપાનને ધરતીમાંથી તાકાત મેળવી છે
સૂર્યકિરણોએ વિકસાવી કળીઓને, ફૂલ બનાવી શણગારને કાબેલ બનાવી છે
હરેક પુષ્પોએ ધાવ્યું ધાવણ ધરતીનું, જુદા જુદા રંગોથી વ્યક્ત કરે છે
અદ્ભુત ક્રિયા છે આ કુદરતની, અનાદિકાળથી એ કરતું રહ્યું છે
સંધ્યાએ ને ઉષાએ પણ સૂર્યકિરણોને અનેક રંગોમાં તો વહેંચી દીધું છે
કયા રંગના બન્યા હશે કર્તા, ના દેખાતા હતા અનેક રંગે કુદરતને રંગી દીધું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)