|
View Original |
|
કુદરતની કરામત છે નારી, છે અઘરી એને સમજવી
જોઈએ જીવનમાં તો એને જે, રહે ડોકું એ તોય એ ધુણાવતી
રીઝશે ક્યારે રિસાશે ક્યારે, પ્રભુને પણ એ ખોટા પાડતી
પ્રેમાળ આંખો વકરશે ક્યારે, જોષને પણ એ ખોટા પાડતી
ગૂઢ તો છે એ એવી નારીને, નારી પણ ના સમજી શકતી
સહનશીલતાની એ પૂરી મૂર્તિ, સહનશીલતા એટલે નારી
સંસારનું જોમદાર અંગ, એના વિના સંસારની ગાડી ના ચાલતી
દુઃખમાં ધીરગંભીર, જીવનમાં રમતિયાળ એ રહેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)