|
View Original |
|
દિલને દિલથી તો પ્રીત જાગી
દિલે દિલની નાવડી બનાવી, દિલ દિલને ભેટવા ચાલી
અરમાનો તો દિલનાં, દિલ દિલને એ તો કહેવા ચાલી
દિલનાં અરમાનોને જાણવા દિલને દિલ ભેટવા ચાલી
દિલની હતી નાવડી દિલ, દિલ તો દિલની મંઝિલ હતી
ના પૂછાયાં નામ કે ઠામ એનાં, એ તો દિલને ભેટવા ચાલી
દિલ રહ્યું, બન્યું ઉદાસ, દિલ વિના દિલ દિલને ભેટવા ચાલી
નજરો ને આંખોમાં વાસ કરી, ઠામેઠામ એ એને શોધવા ચાલી
બની નજર જ્યાં અણીદાર દિલની, દિલ દિલને શોધવા ચાલી
આકૃતિ દિલની દૂરથી દેખાણી, નજરથી એને ભેટવા ચાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)